Gujarat News: ચૂંટણી પંચના નિયમો મુજબ દરેક ઉમેદવારે પ્રચાર પ્રસાર માટે કરેલા ખર્ચાના હિસાબો રજૂ કરવાના હોય છે. લોકસભા ચૂંટણી ફોર્મ ભર્યાથી લઈને નિયત તારીખ સુધીના ખર્ચનું નિરીક્ષણ કરવામાં આવે છે. ત્યારે 2 મે સુધીના ખર્ચના હિસાબો જોવામાં આવે તો અમદાવાદ ઈસ્ટ અને વેસ્ટમાં પશ્ચિમના ઉમેદવારો કરતાં પૂર્વના કોંગ્રેસના ઉમેદવારોનો ખર્ચ સૌથી વધુ છે.
ચૂંટણીમાં સભા, રેલી, કાર્યાલય, સહિતના પ્રચારની ત્રણ તબક્કામાં વિગત રજૂ કરાય છે. ભાજપ ઉમેદવાર હસમુખ પટેલે 1લી મે સુધી આપેલા હિસાબોમાં 15 લાખનો ખર્ચ દર્શાવ્યો છે જ્યારે કોંગ્રેસ ઉમેદવાર હિંમતસિંહ પટેલે 25 લાખ, 73 હજારથી વધુનો ખર્ચ દર્શાવ્યો છે. અમદાવાદ પશ્ચિમની બેઠકમાં ભાજપના દિનેશ મકવાણાએ 30 એપ્રિલ સુધી આપેલ હિસાબો મુજબ 16 લાખ, 25 હજાર થી વધુનો ખર્ચ દર્શાવ્યો છે, જ્યારે કોંગ્રેસ ઉમેદવાર ભરત મકવાણાએ 2જી મે સુધી 9 લાખ, 43 હજારથી વધુનો ખર્ચ દર્શાવ્યો છે.
ચૂંટણીપંચના નિયમો મુજબ દરેક ઉમેદવારે રૂપિયા 95 લાખ સુધીનો ખર્ચ કરવાની મંજૂરી છે. ત્યારે બંને પક્ષોના ઉમેદવારોએ હિસાબોમાં ચૂંટણીસભા, વાહન, મંડપડેકોરેશન, લાઈટિંગ, ઈલેક્ટિક બિલ, ચા-પાણી, વીડિયોગ્રાફી વગેરે સહિતનો ખર્ચ દર્શાવ્યો છે.
આ પણ વાંચો:મૌલવીની ધરપકડનો મામલો, હર્ષ સંઘવીના કોંગ્રેસ પર પ્રહાર
આ પણ વાંચો:ભાજપ ઉમેદવાર પૂનમબેન માડમ દ્વારા અંતિમ ચરણનો પ્રચાર શરુ કરાયો
આ પણ વાંચો:રાજ્યમાં કાળઝાળ ગરમીને લઈને મોર્નિગ કોર્ટો શરૂ કરવાની કવાયત