Rain/ ગુજરાતમાં આગામી 4 દિવસ હળવા વરસાદની આગાહી

અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ સાથે રીમઝીમ વરસાદ પડી રહ્યો છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ફરીથી વરસાદી માહોલ રહે

Top Stories Gujarat
4 12 ગુજરાતમાં આગામી 4 દિવસ હળવા વરસાદની આગાહી

ગુજરાતમાં હજુપણ ચોમાસુ સક્રીય છે,વિધીવત વિદાય મેઘરાજાએ લીધી નથી,અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ સાથે રીમઝીમ વરસાદ પડી રહ્યો છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ફરીથી વરસાદી માહોલ રહેશે. હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં હજુ 4 દિવસ હળવો વરસાદ રહી શકે છે.

ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગની આગાહીના પગલે ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ તૂટી પડ્યો છે. પંચમહાલ જિલ્લામાં મેઘરાજાએ તોફાની એન્ટ્રી કરી છે. સૌથી વધુ જાંબુઘોડામાં 4.28 ઈંચ, મોરવામાં 3.32 ઈંચ અને ગોધરામાં 2.3 ઈંચ વરસાદ તૂટી પડ્યો છે. જ્યારે કે, અરવલ્લીના મોડાસા પંથકમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ જોવા મળ્યો છે. સાકરિયા, ગોર-ટીમ્બા સહિતના વિસ્તારોમાં વરસાદથી મગફળીના પાકને નુકસાનની ભીતિ સેવાઈ છે. તો મહીસાગરમાં વરસાદને કારણે ખેતીમાં પાણી ભરાયા છે.  હવામાન વિભાગે આગામી 7 દિવસ વરસાદની આગાહી આપી છે.

પંચમહાલ જિલ્લામાં મેઘરાજાએ તોફાની એન્ટ્રી કરી છે. વહેલી સવારથી જિલ્લામાં ઠેર ઠેર વરસાદી ઝાપટા નોંધાયા છે. પંચમહાલ જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે. ઘોઘંબા, ગોધરા, કાલોલ, હાલોલ, જાંબુઘોડા પંથકમાં મેઘરાજાનું ભારે ઝાપટા સાથે આગમન થયું છે. એક તરફ વરસાદી માહોલને લઈ વાતાવરણમાં પ્રસરી ઠંડક છે, તો બીજી તરફ ખેડૂતોને ટેન્શન ચઢ્યું છે. જિલ્લામાં સવારે 8 થી બપોરે 2 કલાક સુધીના કલાક દરમિયાન વરસાદી આંકડા પર નજર કરીએ તો.