કોરોના રસીકરણ/ IMF દ્વારા સમગ્ર વિશ્વમાં રસીકરણની યોજના રજૂ કરવામાં આવી, આટલા ડોલરનો થઈ શકે ખર્ચ 

વિશ્વવ્યાપી કોરોના વાયરસ રોગચાળાને પહોંચી વળવા, આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (આઇએમએફ) એ એક મોટી રસીકરણ યોજના બનાવી છે, જે અનુસાર  આવતા વર્ષના મધ્યભાગ સુધીમાં, વિશ્વભરના બધા જ લોકોને  રસી આપવા માટે આશરે 50 અબજ ડોલરની જરૂર પડી શકે છે.

Top Stories India
સુરત સી r patil 7 IMF દ્વારા સમગ્ર વિશ્વમાં રસીકરણની યોજના રજૂ કરવામાં આવી, આટલા ડોલરનો થઈ શકે ખર્ચ 

વૈશ્વિક મહામારી કોરોના એ સમગ્ર વિશ્વને બાનમાં લીધું છે. વિશ્વ આખામાં  કાળો કહેર મચાવ્યો છે. ત્યારે કોરોના સામે લડવા માટે અમોઘ શસ્ત્ર એટ્લે કે કોરોના રસી બજારમાં આવી ચૂકી છે. અને વિશ્વના લગભગ તમામ દેશોમાં હાલમાં રસીકરણ કાર્યક્રમ ચાલી રહ્યા છે.

ત્યારે વિશ્વવ્યાપી કોરોના વાયરસ રોગચાળાને પહોંચી વળવા, આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (આઇએમએફ) એ એક મોટી રસીકરણ યોજના બનાવી છે, જે અનુસાર  આવતા વર્ષના મધ્યભાગ સુધીમાં, વિશ્વભરના બધા જ લોકોને  રસી આપવા માટે આશરે 50 અબજ ડોલરની જરૂર પડી શકે છે. આઇએમએફએ એક રોકાણ કાર્યક્રમની દરખાસ્ત કરી છે જેનથી લગભગ 9 ટ્રિલિયન ડોલરનો વૈશ્વિક આર્થિક લાભ ઉભો કરી શકાય છે.

આઇએમએફના ચીફ ઇકોનોમિસ્ટ ગીતા ગોપીનાથ અને તેના સાથીદાર રુચિર અગ્રવાલ દ્વારા તૈયાર કરાયેલી વિગતવાર યોજનાનો હેતુ 2021 સુધીમાં તમામ દેશોમાં  40 ટકા લોકોને અને બાકીના 60 ટકાને  2022 ના પહેલા 6 માસમાં  રસી અપાવવાનો છે.

2025 સુધીમાં વૈશ્વિક અર્થવ્યવસ્થામાં 9 ટ્રિલિયન ડોલરનો ફાયદો થશે
આઇએમએફના જણાવ્યા અનુસાર, “જીવન અને આજીવિકા બચાવવા માટે કોઈ ઑચિત્યની જરૂર હોવી જોઈએ નહીં. પરંતુ સંક્રમણ  ને ઝડપથી નાથવા માટે અને આર્થિક  પ્રવૃત્તિ ને  વધારવા માટે 2025  સુધીમાં વૈશ્વિક અર્થતંત્રમાં 9 ટ્રિલિયન સુધીનો વધારો કરી શકે છે.”

પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છે કે આ અત્યાર સુધીની સૌથી વધુ ચુકવણી કરનાર જાહેર રોકાણ હોઈ શકે છે. અને આ લાભો મેળવવા માટેનો સમયગાળો વધુ નથી અને હવે પગલાં લેવાની જરૂર છે. આશરે 50 અબજ ડોલરના આ પ્રસ્તાવના કુલ ખર્ચમાં અનુદાન, સરકારી સંસાધનો  શામેલ હશે.

IMF pushes G20 states to back $50bn global mass vaccination drive | International  Monetary Fund (IMF) | The Guardian

આઇએમએફ અનુસાર “ઓછામાં ઓછા 35 બિલિયન ડોલરનું  ભંડોળ એક મજબૂત આધાર છે. સારા સમાચાર એ છે કે જી -20 સરકારોએ પહેલાથી જ આશરે 22 અબજ ડોલરના ગ્રાન્ટ ફંડિંગગેપને પહોંચી વળવા યોજનાઓ ઘડી કાઢી હતી.  હવે તેમાં 13 બિલિયન ડોલરની આવશ્યકતા છે.

આઇએમએફએ આગળ કહ્યું કે, “કુલ ધિરાણના બાકીના આશરે 15 અબજ ડોલર રાષ્ટ્રીય સરકારો તરફથી આવી શકે છે, જે સંભવિત રૂપે બહુપક્ષીય વિકાસ બેન્કો દ્વારા બનાવવામાં આવેલી COVID-19 નાણાકીય સુવિધા દ્વારા સપોર્ટેડ છે.”

વિશ્વવ્યાપી મહામારી ને કારણે 34 લાખથી  લોકો મૃત્યુ પામ્યા છે 

અત્રે ઉલ્લેખની છે કે વિશ્વ માં અત્યાર સુધીમાં આશરે 34 લાખ લોકોએ કોરોનને કારણે પોતાના જીવ ગુમાવ્યા છે.