Mahisagar/ સગીરા બની હવસનો શિકાર, ગામના જંગલમાંથી ઘેર જતા સગીરા પર થયો બળાત્કાર 

મહિસાગર જીલ્લાના ખનપુર ગામમાં આ શરમજનક અને ચકચારી ઘટના બની છે. અહીં પોતાના પરિવાર સાથે રહેતી સગીરા પોતાના ગામના જંગલમાંથી ઘરે પરત જઈ રહી હતી

Top Stories Gujarat Others
Mahisagar: A young girl became a victim of hunger, a young girl was raped on her way home from the village forest.

મહીસાગરમાં એક શર્મસાર ઘટના બની છે, એક સગીરાને હવસખોરોએ હવસનો શિકાર બનાવી છે. એકતરફ સંસદમાં અનામત બિલ પસાર થયું તેની ઉજવણીનો માહોલ છે સાથે સાથે દરેક દીકરી સલામત હોવાનું પણ કહેવાય છે. જ્યારે બીજી તરફ બળાત્કારનાબનાવો અટકવાનું નામ જ લેતા નથી. રાજ્યના અનેક વિસ્તારમાં ક્યાંકને ક્યાંક કોઈ સગીરા યુવતી કે મહિલા બળાત્કારનો ભોગ બને છે. આવી જ એક શર્મનાક ઘટના ખાનપુર તાલુકાના એક ગામમાં બની છે.

મહિસાગર જીલ્લાના ખનપુર ગામમાં આ શરમજનક અને ચકચારી ઘટના બની છે. અહીં પોતાના પરિવાર સાથે રહેતી સગીરા પોતાના ગામના જંગલમાંથી ઘરે પરત જઈ રહી હતી. દરમિયાન જાણે અગાઉથી જ હવસખોર સગીરાને શિકાર બનાવવા માંગતો હોય તેમ તેની રાહ જોઈ રહ્યો હતો. સગીર નજરે ચડતા જ આ નરાધમે સગીરાને ઝડપી લીધી હતી. અચાનક બનેલા આ કૃત્યથી સગીરા હેબતાઈ ગઈ હતી. તે કંઈ પણ સમજે તે પહેલા આ નરાધમે આ સગીરાને પોતાની હવસનો શિકાર બનાવીને પીંખી નાંખી હતી. અસહ્ય વેદનાથી ચીસો પાડી રહેલી સગીરાની ચીસો અવાવરૂ જંગલમાં કોઈ સાંભળે તેમ ન હતું.

બળાત્કાર બાદ આરોપી ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. બીજીતરફ પિડીતાની હાલત ખૂબ જ ગંભીર બની ગઈ હતી. સારવાર અર્થે તેને તાત્કાલિક 108 ની મદદથી હોસ્પિટલ પહોંચાડવામાં આવી હતી. જ્યાં પિડીતાની સારવાર ચાલી રહી છે.

આ બનાવ સંદર્ભે બાકોર પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ઘટનાસ્થળે જઈને તપાસ હાથ ધરી હતી. ઉપરાંત ઘટનાસ્થળેથી તપાસમાં જરૂરી વસ્તુઓ એકઠી કરી હોવાનું કહેવાય છે. બીજીતરફ પોલીસે આ હવસખોર કોણ છે તેની તપાસ હાથ ધરીને તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે ઘટનાસ્થળ પાસે જ્યાં પણ સીસીટીવી આવેલા છે તેની પણ તપાસ હાથ ધરી છે. આરોપીની ધરપકડ બાદ સમગ્ર બનાવ અંગે વધુ માહિતી બહાર આવશે.

આ પણ વાંચો:Rajkot/પેઢી બદલી પણ વિરોધીઓ એના એ જ છે, હિંમત હોય તો મેદાનમાં આવો

આ પણ વાંચો:Saurashtra Cricket Fever/સૌરાષ્ટ્રમાં ક્રિકેટ ફીવરઃ પણ વરસાદ નડી શકે

આ પણ વાંચો:લત/સુરત બન્યું ‘ડ્રગ એડિક્ટ’: 6.56 કરોડનું ડ્રગ્સ પકડાયું