લત/ સુરત બન્યું ‘ડ્રગ એડિક્ટ’: 6.56 કરોડનું ડ્રગ્સ પકડાયું

સુરત ડ્રગ એડિક્ટ બની ગયું લાગે છે. સુરત ક્રાઇમ બ્રાન્ચે 6.56 કરોડનું ડ્રગ્સ પકડ્યું છે. ક્રાઇમ બ્રાન્ચે જીતેન્દ્ર પટેલ નામના યુવકને ચરસ સાથે ઝડપ્યો છે. પોલીસે તેની પાસેથી 13 કિલોગ્રામથી પણ વધારે ચરસ પકડ્યું છે.

Top Stories Gujarat
Mantavyanews 5 11 સુરત બન્યું ‘ડ્રગ એડિક્ટ’: 6.56 કરોડનું ડ્રગ્સ પકડાયું

સુરતઃ સુરત ડ્રગ એડિક્ટ બની ગયું લાગે છે. સુરત ક્રાઇમ બ્રાન્ચે 6.56 કરોડનું ડ્રગ્સ પકડ્યું છે. ક્રાઇમ બ્રાન્ચે જીતેન્દ્ર પટેલ નામના યુવકને ચરસ સાથે ઝડપ્યો છે. પોલીસે તેની પાસેથી 13 કિલોગ્રામથી પણ વધારે Drugs apprehend  ચરસ પકડ્યું છે. આટલું બધુ ચરસ તેની Surat News પાસેથી પકડાતા પોલીસ પણ ચોંકી ઉઠી છે.

સુરતના આ યુવાનને દરિયામાંથી ચરસના પેકેટ મળ્યા હતા. તેણે બે મહિના પહેલા મળેલા પેકેટ કિનારે છૂપાવી દીધા હતા. પોલીસે આરોપીની ધરપકડ કરી છે અને તેની પૂછપરછ આદરી છે. પોલીસને આશા Drugs apprehend છે કે કદાચ આરોપી પાસેથી આ ડ્રગ્સના પુરવઠાના સ્ત્રોતની ખબર પડે. જો કે મોટાભાગે ભારતમાં ડ્રગ્સ અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને આફ્રિકા આ ત્રણ સ્થળોએથી આવે છે. જ્યારે પૂર્વ ભારતમાં જોઈએ તો બર્માના માર્ગેથી આસામ કે અરૂણાચલના રુટેથી આવે છે.

આમ આંતરે દિવસે દેશના મેટ્રો શહેરો અને નાના શહેરોમાંથી પકડાતું ડ્રગ્સ દર્શાવે છે કે રાજ્યનું યુવાધન કયા માર્ગે જઈ રહ્યું છે. ચોંકાવનારી હકીકત એ છે કે ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં 6,201 કરોડ રૂપિયાનું Drugs apprehend ડ્રગ્સ પકડાયું છે. આ ડ્રગ્સ જપ્ત કરવા ઉપરાંત તેને લાવનારા 3,700થી વધુ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પણ  આરોપીઓમાં જોઈએ તો મુખ્યત્વે ડ્રગ પેડલર્સ એટલે કે ડ્રગ્સ આવતા લઈ જનારાઓની જ ધરપકડ કરવામાં આવી છે. આ ડ્રગ્સના અત્યાર સુધીના મોટા માથાઓ ક્યારેય હાથમાં આવ્યા નથી.

અત્યાર સુધી તો ફક્ત બોલિવૂડના લોકો જ નશેડી હોવાનો આરોપ મૂકવામાં આવતો હતો, પણ સુરતમાંથી જે રીતે ડ્રગ્સ પકડાઈ રહ્યુ છે તે જોતાં લાગે છે કે સુરતીઓ ડ્રગ એડિક્ટ બન્યા છે કે શું. આ રીતે પકડાતા ડ્રગ્સના લીધે પોલીસ પણ ચિંતિત પણ છે.

 

આ પણ વાંચોઃ  Statue Of Unity/ ગાંધીજયંતિ, દેવદિવાળી અને નાતાલના દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટી ચાલુ રહેશે

આ પણ વાંચોઃ Election Rally/ ‘મેં મોદીજીને પૂછ્યું કે અદાણી સાથે શું સંબંધ છે? મારું સભ્યપદ રદ કર્યું’: રાહુલ ગાંધી

આ પણ વાંચોઃ Asian Games 2023/ એશિયન ગેમ્સમાં ભારતને મોટી સફળતા મળી, ક્રિકેટમાં જીત્યો ગોલ્ડ મેડલ