Statue Of Unity/ ગાંધીજયંતિ, દેવદિવાળી અને નાતાલના દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટી ચાલુ રહેશે

સ્ટેચ્યુ ઓફ યુનિટીના સોમવારના દિવસે ગાંધી જયંતિ નિમિત્તે, આ જ રીતે ગુરુનાનક જયંતિએ અને નાતાલના દિવસે પ્રવાસીઓ માટે ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો હતો.

Top Stories Gujarat
Mantavyanews 4 15 ગાંધીજયંતિ, દેવદિવાળી અને નાતાલના દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટી ચાલુ રહેશે

ગાંધીનગરઃ સરકારી તંત્ર સામાન્ય રીતે તઘલખી નિર્ણયો માટે જાણીતું હોવાનું કહેવાય છે. પણ ઘણી વખત તે સારા નિર્ણયો પણ લઈ શકે છે. આ વાતનો પુરાવો સ્ટેચ્યુ ઓફ યુનિટીના Statue of Unity સોમવારના દિવસે ગાંધી જયંતિ નિમિત્તે, આ જ રીતે ગુરુનાનક જયંતિએ અને નાતાલના દિવસે પ્રવાસીઓ માટે ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો હતો, તેના પરથી મળ્યો છે આમ સરકારને પણ છેવટે ડહાપણના દાઢ ફૂટી છે. આ દાઢ યોગ્ય સમયે ફૂટી છે તેમ કહી શકાય.

સામાન્ય રીતે સ્ટેચ્યુ ઓફ યુનિટી સોમવારના દિવસે બંધ હોય છે. પરંતુ આ વખતે સોમવારે બીજી ઓક્ટોબરના રોજ ગાંધી જયંતિ છે, આના પગલે લોકો વીકેન્ડની સાથે વધુ એક દિવસની રજાનો મેળ પાડીને પ્રવાસન્ સ્થળોની મુલાકાત લે તે ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ જ રીતે દિવાળી પછી ગુરુનાનક જયંતિ એટલે કે દેવદિવાળીના દિવસે Statue of Unity અને નાતાલના દિવસે પ્રવાસીઓ માટે ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો છે. તેના પછીના દિવસે તે બંધ રાખવામાં આવશે.

પ્રવાસીઓ બહોળી સંખ્યામાં જાહેર રજાના Statue of Unity દિવસે એકતાનગર ખાતે આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી તથા અન્ય પ્રવાસન સ્થળોની મુલાકાત લઈ શકે તે હેતુથી આ ત્રણ જાહેર રજાના દિવસે સોમવારના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે ચાલુ રાખવાનો નિર્ણય સત્તાધીશો દ્વારા કરવામાં આવ્યો છે.

પ્રવાસીઓ આ જાહેર રજાના દિવસોમા ઓનલાઇન બુકિંગ કરાવી શકશે આ તારીખ પછીના આવતા મંગળવાર એટલે કે ત્રીજી ઓક્ટોબર, 28 નવેમ્બર અને 26 ડિસેમ્બરના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ Statue of Unity માટે બંધ રાખવામાં આવશે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની દૈનિક ધોરણે 15,000થી 20,000 લોકો મુલાકાત લેતા હોય છે. જ્યારે તહેવારો દરમિયાન તો આ આંકડો દૈનિક ધોરણે 40,000થી 50,000 સુધી પહોંચી જતો જોવા મળ્યો છે. અત્યાર સુધીમાં સવા કરોડથી વધુ લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈ ચૂક્યા છે.

 

આ પણ વાંચોઃ Asian Games 2023/ એશિયન ગેમ્સમાં ભારતને મોટી સફળતા મળી, ક્રિકેટમાં જીત્યો ગોલ્ડ મેડલ

આ પણ વાંચોઃ PM Modi/ ‘કોંગ્રેસે પજાતંત્રને પરિવારતંત્ર બનાવી દીધુ’

આ પણ વાંચોઃ Disease X/ આવી રહી છે કોરોનાથી 7 ગણી ખતરનાક મહામારી, 5 કરોડ લોકોના થઇ શકે છે મોત!