Ahmedabad/ ડોન મહેશ રબારી સામે અપહરણ અને 1 કરોડની ખંડણીની ફરિયાદ

@રવિ ભાવસાર, મંતવ્ય ન્યુઝ અમદાવાદમાં અન્ડરવલ્ડ જેવો માહોલ બનતો જઈ રહ્યું હોય તેમ નવી નવી ગેંગોના ગુનાહિત ઇતિહાસના ચિઠ્ઠા એક પછી એક સામને આવી રહ્યા છે. જુહાપુરા અને સરખેજમાં જેમ સાત થી આઠ જેટલી જુદી જુદી ગેંગો સક્રિય છે તેમ અમદાવાદના પૂર્વ વિસ્તારમાં પણ હવે નવી નવી ગેંગો સક્રિય થઇ છે. પૂર્વમાં ધોળા દિવસે લૂંટ […]

Ahmedabad Gujarat
Untitled 1 ડોન મહેશ રબારી સામે અપહરણ અને 1 કરોડની ખંડણીની ફરિયાદ

@રવિ ભાવસાર, મંતવ્ય ન્યુઝ

અમદાવાદમાં અન્ડરવલ્ડ જેવો માહોલ બનતો જઈ રહ્યું હોય તેમ નવી નવી ગેંગોના ગુનાહિત ઇતિહાસના ચિઠ્ઠા એક પછી એક સામને આવી રહ્યા છે. જુહાપુરા અને સરખેજમાં જેમ સાત થી આઠ જેટલી જુદી જુદી ગેંગો સક્રિય છે તેમ અમદાવાદના પૂર્વ વિસ્તારમાં પણ હવે નવી નવી ગેંગો સક્રિય થઇ છે. પૂર્વમાં ધોળા દિવસે લૂંટ અને મારામારીની ઘટના દર અઠવાડિયે બની જ રહી હતી અને તે બધાની વચ્ચે હવે આખે આખા માનવીનું જ અપહરણ કરીને ખંડણી માગવાની વારદાત સામને આવી છે, અને એ પણ જાહેર માર્ગ ઉપર અને એ પણ લોકોની ભીડની વચ્ચેથી એક વ્યક્તિનું કેટલાક ઈસમો દ્વારા અપહરણ કરી લેવામાં આવે છે અને તેની સાથે મારામારી કરીને તેના પાસેથી એક કરોડની ખંડણી માગવામાં આવે છે આવો કિસ્સો અમદાવાદના હાટકેશ્વરમાં ગઈ કાલે બન્યો હતો.

જમીન દલાલીનો ધંધો કરતા 28 વર્ષીય કરણ ભટ્ટનું ગઈ કાલે મોડી સાંજે ડોન મહેશ રબારી અને તેના ચાર સાગરીતોએ અપહરણ કર્યું હતું. કેડિલા બ્રિજ પાસેથી કરણ ભટ્ટને બ્લુ કલરની બલેનો ગાડીમાં જબરદસ્તીથી બેસાડવામાં આવ્યું હતું. ગાડીમાં બેસાડ્યા બાદ આરોપીઓએ ફરિયાદીને થોડી દૂર લઇ જઈને એક કૉમ્લેક્સના પાર્કિંગમાં લઇ જઈને ડોન મહેશ રબારીએ ફરિયાદી કરણ ભટ્ટને જમીન દલીલોનો ધંધો કરવા માટે એક કરોડની ખંડણી માગી હતી. એક કરોડની રકમ ખુબજ મોટી રકમ કહેવાય છે અને આટલી મોટી રકમની ખંડણી આપવા માટે ફરિયાદીએ આરોપીઓની સામે રોકકળાટ કરતા ડોન મહેશ રબારીએ ધમકી આપતા જણાવ્યું હતું કે, ” મારી જોડે હથિયાર છે , તારે એક કરોડની ખંડણી તો આપવી જ પડશે ,નહિ તો હું તને ગોળી મારી દઈશ.”

ડોન મહેશ રબારીએ ફરિયાદીને ડરાવવા અને ધમકાવવા માટે માર મારવાનું શરુ કરી દેતા ફરિયાદી ખુબજ ગભરાઈ ગયા હતા જેથી તેમણે પોતાનો જીવ બચાવવા માટે તેમના પાસે રહેલી 14 લાખ રૂપિયાની સોનાની ચેન કાઢીને આરોપીઓના હાથમાં આપી દીધી હતી.અને બાકીની રકમ પછી આપવા માટેની આજીજી કરી હતી. આરોપીઓને 14 લાખની સોનાની ચેન મળી જતા તેમણે ફરિયાદીને અમદાવાદની આસપાસની કોઈ કેનાલ પાસે છોડી દઈને પોલીસને સમગ્ર મામલાની જાણ ન કરવા માટેની ધમકી આપીને ત્યાંથી નાસી છૂટ્યા હતા.

મોતને સામેથી જોઈ ગયેલા કરણ ભાઈ એટલા ગભરાઈ ગયા હતા કે તેમને કઈ સુજતુ નહતું કે પોલીસને આ મામલે જાણ કરાય કે ના કરાય. ઘણું વિચાર્યા બાદ કરણ ભાઈએ ડોન મહેશ રબારી અને તેના ચાર સાગરીતો સામે મારામારી, અપહરણ, ખંડણીની ફરિયાદ અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાવી હતી. ક્રાઈમ બ્રાન્ચે ડોનગીરી કરતા મહેશ રબારી અને તેના સાગરીતો સામે ગુનો નોંધીને કાયદેસરની તપાસ હાથ ધરી છે.