India/ બંધનું એલાન, 8 કરોડ વેપારી આ કારણોથી બજાર રાખશે બંધ

ભારત બંધનું એલાન, 8 કરોડ વેપારી આ કારણોથી બજાર રાખશે બંધ

India Trending
બગોદરા 21 બંધનું એલાન, 8 કરોડ વેપારી આ કારણોથી બજાર રાખશે બંધ

દેશમાં સતત પેટ્રોલ-ડીઝલની વધતી કિંમત, ગુડ્સ અને સર્વિસ ટેક્સ એટલે કે GST, ઈ-બિલને લઈને વેપારી સંસ્થા ધ કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ તરફથી શુક્રવારે ‘ભારત બંધ’ની જાહેરાત કરવામાં આવી છે. જેને લઈને આવતી કાલે ૨૬ ફેબ્રુઆરી ના રોજ મોટાભાગના બજારો બંધ જોવા મળશે.

Political / મહાનગરો બાદ હવે ગ્રામ્ય સ્તરે ચૂંટણી જંગ, ફરી એકવાર ‘આપ’ માટે તાકાત પ્રદર્શનની તક

વધુમાં ઓલ ઈન્ડિયા ટ્રાન્સપોર્ટ વેલફેર અસોશિએશનએ પણ ૨૬ ફેબ્રુઆરીના રોજ ‘ચક્કાજામ’ કરવાની જાહેરાત કરી છે.

વેપારીઓની માંગ છે કે છેલ્લા 4 વર્ષમાં GST માં 950  જેટલા ફેરફાર કરવામાં આવ્યા છે. પરિવર્તન કરતા પહેલા વેપારીઓ સાથે કોઈ જ વાતાઘતો કરવામાં આવતી નથી. દરરોજ નવી જોગવાઈઓ લાગુ કરવામાં આવે છે. જે સામાન્ય વેપારી માટે અમલમાં મુકવી ખુબ જ મુશ્કેલ હોય છે. જેથી GST ણે સરળ બનાવવાની માંગ સાથે વેપારી સંસ્થા દ્વારા બંધનું એલાન કરવામાં આવ્યું છે. તો કેટલીક જગ્યાએ ધરણા નું પણ આયોજન કરવામાં આવ્યું છે.

Godhara: સીએમનું નિવેદન : લવ જેહાદ પર બનાવીશું કાયદો