Not Set/ ગેંગરેપનો મુખ્ય આરોપી ગૌરવ પોલીસ સમક્ષ હાજર થયો, યામિનીને છોડી મૂકી

અમદાવાદના બહુચર્ચિત ગેંગરેપ કેસમાં ગત રાત્રીના મોટો વળાંક આવ્યો છે. આ કેસનો મુખ્ય આરોપી એવો ભોગ બનનાર યુવતીનો બોયફ્રેન્ડ ગૌરવ દાલમિયા પોલીસ સમક્ષ સામેથી હાજર થઈ ગયો હતો. જ્યારે બીજી તરફ આ કેસમાં સહઆરોપી એવી યામિની નાયરને પોલીસે છોડી મૂકી હતી. અમદાવાદ જ નહીં સમગ્ર ગુજરાતભરમાં ચકચાર મચાવી દેનારા ગેંગરેપ કેસમાં વળી પાછો મોટો નવો […]

Top Stories Ahmedabad Gujarat Trending
Gangrape's main accused Gaurav appeared against the police

અમદાવાદના બહુચર્ચિત ગેંગરેપ કેસમાં ગત રાત્રીના મોટો વળાંક આવ્યો છે. આ કેસનો મુખ્ય આરોપી એવો ભોગ બનનાર યુવતીનો બોયફ્રેન્ડ ગૌરવ દાલમિયા પોલીસ સમક્ષ સામેથી હાજર થઈ ગયો હતો. જ્યારે બીજી તરફ આ કેસમાં સહઆરોપી એવી યામિની નાયરને પોલીસે છોડી મૂકી હતી.

અમદાવાદ જ નહીં સમગ્ર ગુજરાતભરમાં ચકચાર મચાવી દેનારા ગેંગરેપ કેસમાં વળી પાછો મોટો નવો વળાંક આવ્યો છે. આ ગેંગરેપનો મુખ્ય આરોપી અને પીડિતાનો બોયફ્રેન્ડ એવો ગૌરવ દાલમિયા ગઈકાલે મોડી રાતે અમદાવાદ ક્રાઇમ બ્રાંચ સમક્ષ અચાનક પ્રગટ થઈ ગયો હતો.

આ બહુચર્ચિત કેસમાં અમદાવાદ ક્રાઇમબ્રાંચની ટીમ છેલ્લા 50 કલાક કરતા વધુ સમયથી મુખ્ય આરોપીઓ એવા ગૌરવ દાલમિયા અને વૃષભ મારુની શોધખોળ કરી રહી હતી પરંતુ તેમને તેમાં સફળતા મળી ન હતી. આ દરમિયાનમાં આ કેસનો મુખ્ય આરોપી સામેથી આવીને હાજર થઇ જતા પોલીસ પણ આશ્ચર્યમાં ગરકાવ થઈ ગઈ હતી.

શનિવારે મોડી રાતે આ કેસનો મુખ્ય આરોપી ગૌરવ દાલમિયા ક્રાઇમબ્રાંચ સામે પોતાના વકીલ સાથે હાજર થયો હતો. તેણે પોલીસ સમક્ષ એવી રજૂઆત કરીને જણાવ્યું હતું કે, પોતાના પર લગાવાયેલા લાગેલા તમામ આરોપો જુઠ્ઠાં છે. તેણે એમ પણ જણાવ્યું હતું કે, હું નિર્દોષ છું. મારી પાસે જે પણ સબૂત અને પુરાવા છે તે તમામ હું પોલીસને આપીશ. તેણે એમ પણ જણાવ્યું હતું કે, વૃષભ મારુ અને યામિની વચ્ચે ખટરાગ ચાલતો હતો.

યામિનીને પોલીસે છોડી મૂકી

આ દરમિયાનમાં અમદાવાદ ક્રાઇમબ્રાંચની ટીમે યામિની નાયરને શુક્રવારે રાત્રે રાજકોટ એરપોર્ટ ઉપરથી ઝડપી લેવામાં આવી હતી. ત્યાર બાદ શનિવારે આખો દિવસ યામિનીની પોલીસે પૂછપરછ કરી હતી. પરંતુ તેની પાસેથી પોલીસને યોગ્ય પુરાવા મળ્યાં ન હતા આથી ક્રાઈમબ્રાંચ દ્વારા યામિનીને છોડી મુકવામાં આવી હતી. પોલીસ દ્વારા યામિની ઉપરાંત અન્ય ત્રણ શખ્સોની પણ અટકાયત કરવામાં આવી છે. પરંતુ હજી સુધી મુખ્ય આરોપી  ઋષભ મારુ પોલીસ પકડથી દૂર ફરી રહ્યો છે.

ખાસ પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ તપાસ ચલાવે છે

સેટેલાઇટ પોલીસ મથક વિસ્તારમાં ફરિયાદી પિડીતા પર થયેલા સામુહિક દુષ્કર્મ કેસમાં ક્રાઇમબ્રાંચના ખાસ પોલીસ કમિશનર જે.કે ભટ્ટ, ક્રાઇમબ્રાંચના ડીસીપી દીપેન ભદ્રણ તેમજ એડી.એસીપી રાજદીપસિંહ ઝાલા અને પન્ના મોમૈયા જેવા ઉચ્ચ અધિકારીઓ અને 8 જેટલા ક્રાઇમબ્રાંચના પી.આઇ. તપાસ ચલાવી રહ્યા છે.