Not Set/ પ્રણવ મુખર્જી RSSના કાર્યક્રમમાં રહેશે હાજર, દીકરી નારાજ

નાગપુર સ્થિત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) મુખ્યાલયમાં પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી સામેલ થવા માટે બુધવારના રોજ નાગરપુર પહોંચી ગયા છે. પ્રણવ મુખર્જી ગુરુવારના રોજ આરએસએસના કાર્યકર્તાઓને સંબોધિત કરશે. પ્રણવ મુખર્જીના આ કાર્યક્રમના લીધે રાજકારણમાં ઓહાપો મચી ગયો છે.  કોંગ્રેસના બધા જ નેતાઓ વિરોધ કરી રહ્યા છે એટલે સુધી કે પ્રણવ મુખર્જીની દીકરીએ પણ પિતાને સલાહ […]

Top Stories India
bhagavat પ્રણવ મુખર્જી RSSના કાર્યક્રમમાં રહેશે હાજર, દીકરી નારાજ

નાગપુર સ્થિત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) મુખ્યાલયમાં પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી સામેલ થવા માટે બુધવારના રોજ નાગરપુર પહોંચી ગયા છે. પ્રણવ મુખર્જી ગુરુવારના રોજ આરએસએસના કાર્યકર્તાઓને સંબોધિત કરશે.

પ્રણવ મુખર્જીના આ કાર્યક્રમના લીધે રાજકારણમાં ઓહાપો મચી ગયો છે.  કોંગ્રેસના બધા જ નેતાઓ વિરોધ કરી રહ્યા છે એટલે સુધી કે પ્રણવ મુખર્જીની દીકરીએ પણ પિતાને સલાહ આપી છે.

પ્રણવ મુખર્જીબી દીકરી શર્મિષ્ઠા મુખર્જીએ પિતાને સલાહ આપતા કહ્યું કે, RSS તમારો ખોટો ઊપયોગ કરી રહ્યું છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું હતું કે બીજેપી-આરએસએસ જુઠ્ઠી વાર્તા બનાવાની ખુલી છૂટ આપી રહ્યા છો.

આજની જેવી જ અફવા અને તેને એવી રીતે રજુ કરી રહ્યા છે જેમકે ખુબજ વિશ્વનીય હોય. આ તો હજુ શરુઆત છે. જો કે વાત એમ છે કે કેટલાક રીપોર્ટમાં કહ્યું હતું કે શર્મિષ્ઠા મુખર્જી ભાજપમાં સામેલ થવા જઈ રહ્યા છે.

જોકે શર્મિષ્ઠાએ આ વાતનું ખંડન કરતા આશા વ્યક્ત કરી હતી કે પિતાને હવે અહેસાસ થશે કે ભાજપનો ડર્ટી ડીપાર્ટમેન્ટ કેવી રીતે કામ કરશે. શર્મિષ્ઠાએ કહ્યું કે તમારા ભાષણને ભૂલાવી દેવામાં આવશે, બસ તસવીરો યાદ રહેશે અને તેને નકલી નિવેદનો સાથે ફેલાવશે.

શું છે સંઘ.

ગુલામી સમયે 1925માં વિજયાદશમીના દિવસે એક સંગઠન તૈયાર થયું હતું. આ સંગઠને દાવો કર્યો હતો કે તે રાજકારણથી દૂર રહેશે. પરંતુ આજે એ વાત સત્ય છે કે દેશના દરેક પ્રકારના રાજકારણમાં આરએસએસનો કોઈ હાથ હોય જ છે.

30થી વધારે કોંગ્રેસીઓની અપીલને ફગાવીને પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી નાગપુર ખાતે આરએસએસના કાર્યક્રમમાં હાજર રહેશે. પ્રણવ મુખર્જી સંઘના હેડકવાર્ટરમાં યોજનાર મુખ્ય કાર્યક્રમમાં હાજર રહેશે.

મંચ પર તેમની સાથે સરસંઘચાલક મોહન ભાગવત પણ રહેશે. આ કાર્યક્રમમાં પ્રણવ મુખર્જી મુખ્ય મહેમાન તરીકે તેમને બોલાવવામાં આવ્યા છે. સ્વયં સેવકો માટે યોજવામાં આવેલા સંઘ શિક્ષા વર્ગનો દીક્ષાંત સમારંભ 25 દિવસ સુધી ચાલશે.