Not Set/ આસામમાં ISISના ઝંડા લગાવવાના આરોપમાં ભાજપના છ કાર્યકરોની ધરપકડ

ગુવાહાટી, આસામ પોલીસે છેલ્લા કેટલાક દિવસમાં કથિત આઇએસઆઇએસના ઝંડા લગાવવાના મામલે પૂછપરછ કરવા માટે છ લોકોને હિરાસતમાં લીધા હતા. કહેવામાં આવી રહ્યું છે કે, આ તમામ લોકો ભાજપની સાથે સંકળાયેલા છે. સ્થાનિક મીડિયા અહેવાલોના જણાવ્યા મુજબ ગત તા. ૭ મેના રોજ રાત્રે પોલીસે મળેલી માહિતીના આધારે કાર્યવાહી હાથ ધરી હતી. જેના અંતર્ગત પોલીસ દ્વારા નલબાડી […]

Top Stories India
CM 2 આસામમાં ISISના ઝંડા લગાવવાના આરોપમાં ભાજપના છ કાર્યકરોની ધરપકડ

ગુવાહાટી,

આસામ પોલીસે છેલ્લા કેટલાક દિવસમાં કથિત આઇએસઆઇએસના ઝંડા લગાવવાના મામલે પૂછપરછ કરવા માટે છ લોકોને હિરાસતમાં લીધા હતા. કહેવામાં આવી રહ્યું છે કે, આ તમામ લોકો ભાજપની સાથે સંકળાયેલા છે.

સ્થાનિક મીડિયા અહેવાલોના જણાવ્યા મુજબ ગત તા. ૭ મેના રોજ રાત્રે પોલીસે મળેલી માહિતીના આધારે કાર્યવાહી હાથ ધરી હતી. જેના અંતર્ગત પોલીસ દ્વારા નલબાડી જિલ્લાના બેલ્સોર વિસ્તારમાંથી ભાજપના આ કાર્યકરોની આઇએસઆઇએસના ઝંડા લગાવવાના મામલામાં તેમનો હાથ હોવાના સંદેહથી ધરપકડ કરવામાં આવી હતી.

પોલીસ દ્વારા જે છ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે તેમની ઓળખ તપન બર્મન, દિપજ્યોતિ ઠકુરિયા, સોરોજ્યોતિ બૈશ્ય, પુલક બર્મન, મોજામિલ અલી અને મૂન અલી તરીકે કરવામાં આવી છે. આ ધરપકડ કરાયેલા પૈકીના તપન બર્મન કોંગ્રેસના પૂર્વ પાર્ષદ છે, જે તાજેતરમાં જ ભાજપમાં જોડાયા છે અને તે હાલમાં ભાજપની જિલ્લા કમિટીના સદસ્ય પણ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગત તા. ૩ મેના રોજ નલબાડી જિલ્લામાં આતંકી સંગઠન આઇએસઆઇએસના કથિત ઝંડા એક ઝાડ સાથે લગાવાયેલા જોવા મળ્યા હતા. તેના પર લખેલા સંદેશામાં લોકોને આ જૂથમાં જોડાવવા માટે કહેવામાં આવ્યું હતું.

કોઈહાટીમાં એક ખેતરમાં ઝાડ સાથે બાંધેલા આ ઝંડાને સ્થાનિક લોકોએ જોયા હતા અને આ અંગે બેલ્સોર પોલીસ મથકમાં જાણ કરવામાં આવી હતી.

આ માહિતી બાદ પોલીસે ઝંડાને હટાવી દિધા હતા. કાળા રંગના આ ઝંડા પર સફેદ અક્ષરોમાં ‘આઇએસ આઇએસમાં જોડાઓ’ એવું લખેલું હતું. આ ઝંડા પર અરબી ભાષાના પણ કેટલાક શબ્દો લખેલા હતા.

આ અગાઉ બીજી મેના રોજ ગોલપાડા જિલ્લામાં ગોલપાડા નગર પોલીસ ચોકીની નજીક એક નદીના કિનારા પાસે પણ આવા પ્રકારના છ ઝંડા મળ્યા હતા. આ ઝંડાઓ ઉપર ‘આઇએસ એનઈ’ લખેલું હતું.