Not Set/ ખેડબ્રહ્મા: વિજય રૂપાણીએ કર્યું મોગલ નદીમાં ચેકડેમનું ખાતમુહૂર્ત

સાબરકાંઠા, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુરુવારના સાબરકાંઠા જીલ્લાની મુલાકાત લીધી હતી. જેમાં સાબરકાંઠા જીલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના બાવળકાંઠીયા ખાતે સુજલામ સુફલામ જળસંચય યોજના હેઠળ મીઠીબીલી ની મોગલ નદીમાં ચેકડેમનુ ખાત મુહુર્ત કરવા જતા પહેલા યાત્રાધામ ખેડબ્રહ્માના અંબિકા માતાજીના દર્શન કર્યા હતા. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સાથે તેમના પત્ની પણ જોડાયા હતા. મુખ્યમંત્રીની સાથે સાબરકાંઠા જીલ્લા કલેક્ટર પ્રવિણા ડી […]

Gujarat Trending
CM ખેડબ્રહ્મા: વિજય રૂપાણીએ કર્યું મોગલ નદીમાં ચેકડેમનું ખાતમુહૂર્ત

સાબરકાંઠા,

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુરુવારના સાબરકાંઠા જીલ્લાની મુલાકાત લીધી હતી. જેમાં સાબરકાંઠા જીલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના બાવળકાંઠીયા ખાતે સુજલામ સુફલામ જળસંચય યોજના હેઠળ મીઠીબીલી ની મોગલ નદીમાં ચેકડેમનુ ખાત મુહુર્ત કરવા જતા પહેલા યાત્રાધામ ખેડબ્રહ્માના અંબિકા માતાજીના દર્શન કર્યા હતા.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સાથે તેમના પત્ની પણ જોડાયા હતા. મુખ્યમંત્રીની સાથે સાબરકાંઠા જીલ્લા કલેક્ટર પ્રવિણા ડી કે,સહીત સ્થાનિક અગ્રણીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.તેમજ આગામી સમયમાં ચોમાસામાં સારો વરસાદ થાય તેવી માતાજીને પ્રાર્થના કરી હતી.

CM 1 ખેડબ્રહ્મા: વિજય રૂપાણીએ કર્યું મોગલ નદીમાં ચેકડેમનું ખાતમુહૂર્ત

મુખ્યમંત્રીની સાથે સાબરકાંઠા જીલ્લા કલેક્ટર પ્રવિણા ડી કે, ડીડીઓ શ્રુતી ચરન, સાબરકાંઠા જીલ્લા ભાજપ મહામંત્રી અશોકભાઈ જોષી, મંદિર ટ્રસ્ટના પ્રમુખ જયદિપસિંહ રાઠોડ, મેનેજર ઘનશ્યામસિંહ રહેવર સહીત સ્થાનિક અગ્રણીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.