Not Set/ PM મોદી કરી શકે છે અથવા નહીં, પરંતુ ૧ જુનથી લોકો માટે ખોલવામાં આવે એક્સપ્રેસ વે : SC

દિલ્હી, દેશમાં કોઈ પણ એક્સપ્રેસ વેનું નિર્માણ, નવી ટ્રેનને લીલી ઝંડી કે પછી કોઈ રીફાઇનરી કે અન્ય કોઈ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવાનું હોય ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જ કે કોઈ કેન્દ્રીયમંત્રી દ્વારા કરવામાં આવતું હોય છે. પરંતુ દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટ દ્વારા આ VVIP કલ્ચરને સમાપ્ત કરવા માટે મોટો આદેશ લેવામાં આવ્યો છે. ૧૩૫ […]

Top Stories India
supreme court of India 1 PM મોદી કરી શકે છે અથવા નહીં, પરંતુ ૧ જુનથી લોકો માટે ખોલવામાં આવે એક્સપ્રેસ વે : SC

દિલ્હી,

દેશમાં કોઈ પણ એક્સપ્રેસ વેનું નિર્માણ, નવી ટ્રેનને લીલી ઝંડી કે પછી કોઈ રીફાઇનરી કે અન્ય કોઈ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવાનું હોય ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જ કે કોઈ કેન્દ્રીયમંત્રી દ્વારા કરવામાં આવતું હોય છે. પરંતુ દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટ દ્વારા આ VVIP કલ્ચરને સમાપ્ત કરવા માટે મોટો આદેશ લેવામાં આવ્યો છે.

૧૩૫ કિલોમીટર લાંબો અને પલવલ, ગાઝિયાબાદ અને નોઇડાને એકસાથે જોડતા ઇસ્ટન પેરિફેરલ એક્સપ્રેસ વેના નિર્માણ બાદ ઉદ્ઘાટનમાં પીએમ મોદીની વ્યસ્તતાના કરને થઇ રહેલા વિબંબ અંગે સુપ્રીમ કોર્ટે નારાજગી દર્શાવી છે.

eastern peripheral expressway 002 PM મોદી કરી શકે છે અથવા નહીં, પરંતુ ૧ જુનથી લોકો માટે ખોલવામાં આવે એક્સપ્રેસ વે : SC

ગુરુવારે સુપ્રીમ કોર્ટ દ્વારા આ મામલાની સુનાવણી દરમિયાન નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI)ને આદેશ આપ્યો છે કે, “જયારે એક્સપ્રેસ વે તૈયાર છે ત્યારે પ્રધાનમંત્રીની શા માટે રાહ જોવામાં આવી રહી છે. આ મહિનાની અંતિમ તારીખ સુધી એક્સપ્રેસ વેનું ઉદ્ઘાટન થતું નથી તો, ૧ જૂનથી સામાન્ય લોકો માટે ખોલી દેવામાં આવે”.

મહત્વનું છે કે, ૧૨ મેના રોજ યોજાનારી કર્ણાટક વિધાનસભાની ચૂંટણી પહેલાના પ્રચાર-પ્રસારમાં પીએમ મોદી હાલ વ્યસ્ત છે અને તાબડતોબ જાહેરસભાઓ ગજવી રહ્યા છે. આ પહેલા આ એક્સપ્રેસ વેનું ઉદ્ઘાટન ૨૯ એપ્રિલના રોજ કરવામાં આવવાનું હતું, પરંતુ આ તારીખ બદલવામાં આવી હતી.

સુપ્રીમ કોર્ટમાં હાથ ધરાયેલી સુનાવણીમાં NHAIએ જણાવ્યું, “અમારા દ્વારા એક્સપ્રેસ વેના ઉદ્ઘાટન માટે પ્રધાનમંત્રીને કહ્યું છે.

જો કે ત્યારબાદ NHAI આ જવાબ અંગે કોર્ટે કહ્યું, “જયારે તેઓ ઉદ્ઘાટન કરી શકતા નથી તો તમે કેમ કરતા નથી, મહેનત તો તમે જ કરી છે. આગળની કોર્ટની સુનાવણી દરમિયાન NHAI દ્વારા જાણવામાં આવ્યું હતું કે, અપ્રિલમાં ઉદ્ઘાટન કરવામાં આવશે, પણ એ થયું નથી”.

મહત્વનું છે કે, આ એક્સપ્રેસ વે રેકોર્ડ ૫૦૦ દિવસના સમયગાળામાં બનીને તૈયાર તૈયાર થયો છે તેમજ આ હાઇવેના નિર્માણ બાદ હરિયાણા અને ઉત્તરપ્રદેશ વચ્ચે મુસાફરી કરતા લોકોને દિલ્લી થઈને પસાર થવું પડશે નહિ.

આ ઉપરાંત એક્સપ્રેસ વે ચાલુ થયા બાદ મુસાફરી પણ ઓછી થઇ જશે અને આ માટે લાગતો સમય પણ અંદાજે અડધો થઇ જશે તેમજ પ્રદૂષણનો માર જીલી રહેલા રાજધાનીના લોકોને થોડી ઘણી રાહત પણ મળશે.