રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ફરી એકવાર પિતા બની શકે છે અને આ બાળકની માતા તેની ગર્લફ્રેન્ડ બનશે. મીડિયા રિપોર્ટ્સમાં આ ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો છે. પુતિનની ગર્લફ્રેન્ડ એલિના કાબેવા (39) ભૂતપૂર્વ જિમ્નાસ્ટ છે અને પુતિનના ત્રીજા બાળકને જન્મ આપવા જઇ રહી છે. લગભગ 70 વર્ષના રશિયન રાષ્ટ્રપતિ હાલમાં યુક્રેન પરના હુમલાને લઈને વ્યાપક વૈશ્વિક ટીકાનો સામનો કરી રહ્યા છે. ઘણા અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે પુતિન અને અલિનાને પહેલાથી જ બે બાળકો છે અને હવે તે એક વધુ બાળક ને જન્મ આપવા જઈ રહી છે.
ડેઇલીસ્ટારે ક્રેમલિનથી અપડેટ થયેલા વેબ એકાઉન્ટને ટાંકીને આ માહિતી આપી છે. પરંતુ પુતિન આ સમાચારથી ખુશ ન હોવાનું કહેવાય છે અને કથિત રીતે કહ્યું હતું કે, “મારે પૂરતા બાળકો છે. ઓલિમ્પિક ગોલ્ડ મેડલિસ્ટ અને જિમ્નાસ્ટ એલિના અને પુતિનના અફેરની અફવાઓ સમયાંતરે ઉડતી રહે છે. જોકે એલિના તેના ગુપ્ત સંબંધો માટે ખૂબ પ્રખ્યાત છે.
ફોટોગ્રાફરે કહ્યું- સેક્સથી ભરપૂર!
એક સ્થાનિક અખબારે ખુલાસો કર્યો હતો કે એલીનાને 2015માં સ્વિટ્ઝર્લેન્ડમાં અને 2019માં મોસ્કોમાં બે પુત્રો થયા હતા. મિરરના અહેવાલ મુજબ, એલિના રશિયામાં ક્રેમલિન તરફી મીડિયા જૂથની બોસ છે અને તે રશિયાની ટોચની હસ્તીઓમાંની એક છે. રશિયન ફોટોગ્રાફર મિખાઇલ કોરોલોવે ફોટોશૂટમાં ફોટો પડાવ્યા બાદ તેને ‘ફુલ ઓફ સેક્સ’ કહયું હતું.
એલિના રશિયાની અગ્રણી વ્યક્તિ છે
જિમ્નાસ્ટની રમતમાંથી નિવૃત્તિ લીધા પછી, એલિના રાજકારણમાં જોડાઈ. આટલું જ નહીં એલિના પુતિનની યુનાઈટેડ રશિયા પાર્ટીમાંથી સાંસદ બની હતી. ધ સનના રિપોર્ટ અનુસાર, પુતિનની ગર્લફ્રેન્ડ એલિનાએ એક મેગેઝીન માટે તેની સેમી ન્યૂડ તસવીર માટે પોઝ આપ્યો હતો. અલિનાએ સિંગર બનવા માટે પણ ઘણી કોશિશ કરી હતી, પરંતુ તે સફળ થઈ શકી નહોતી. 2007 થી 2014 સુધી, એલિના કાબેવા રશિયન સંસદના નીચલા ગૃહના નાયબ રાજ્ય ડુમા હતા. વધુમાં, સપ્ટેમ્બર 2014 માં, એલિનાને રશિયાના નેશનલ મીડિયા ગ્રુપના બોર્ડ ઓફ ડિરેક્ટર્સના અધ્યક્ષ પદ પર નિયુક્ત કરવામાં આવી હતી.
પુતિન એક ગુપ્ત જીવન જીવે છે
રશિયાના યુક્રેન પર હુમલા બાદ પશ્ચિમી દેશોએ પણ અલીના પર પ્રતિબંધો લગાવ્યા છે. અત્યંત ગુપ્ત જીવન જીવતા પુતિને ક્યારેય જાહેરમાં સ્વીકાર્યું નથી કે તેમના કેટલા બાળકો છે. પરંતુ પુતિનની ભૂતપૂર્વ પત્ની લ્યુડમિલા ઓચેરેટનાયાની પુત્રીઓ ખૂબ પ્રખ્યાત છે. પુતિનની બંને પુત્રીઓ, બિઝનેસવુમન મારિયા વોરોન્ટોવા અને કેટરિના ટીખોનોવા હાઈપ્રોફાઈલ મહિલા છે.