Not Set/ માત્ર એક ટ્વીટથી વિશ્વમાં ગમે ત્યાં ફસાયેલા ભારતીયોને મદદ આપવા મંત્રાલય સક્ષમ: સુષ્મા સ્વરાજ

વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે કહ્યું છે કે સંપૂર્ણ વિશ્વમાં કોઈ પણ ભારતીય મુશ્કેલીમાં ફસાઈ જાય તો વિદેશ મંત્રાલય તેને માત્ર એક ટ્વીટનાં માધ્યમે પણ મદદ પહોંચાડવા તૈયાર છે. સુષ્મા સ્વરાજ ચાર દિવસની વિયેતનામ અને કંબોડિયાના પ્રવાસમાં છે. ઉલ્લેખનીય છે કે સુષ્મા સ્વરાજ વિયેતનામ અને કંબોડિયાનાં ચાર દિવસ પ્રવાસ પર છે. તેઓ ભારત અને આસિયાન પ્રદેશ […]

Top Stories India
Sushma Swaraj માત્ર એક ટ્વીટથી વિશ્વમાં ગમે ત્યાં ફસાયેલા ભારતીયોને મદદ આપવા મંત્રાલય સક્ષમ: સુષ્મા સ્વરાજ

વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે કહ્યું છે કે સંપૂર્ણ વિશ્વમાં કોઈ પણ ભારતીય મુશ્કેલીમાં ફસાઈ જાય તો વિદેશ મંત્રાલય તેને માત્ર એક ટ્વીટનાં માધ્યમે પણ મદદ પહોંચાડવા તૈયાર છે. સુષ્મા સ્વરાજ ચાર દિવસની વિયેતનામ અને કંબોડિયાના પ્રવાસમાં છે.

ઉલ્લેખનીય છે કે સુષ્મા સ્વરાજ વિયેતનામ અને કંબોડિયાનાં ચાર દિવસ પ્રવાસ પર છે. તેઓ ભારત અને આસિયાન પ્રદેશ વચ્ચે ભાગીદારી વધારવા માટે આ દેશોનાં પ્રવાસે ગયા છે.

સુષ્મા સ્વરાજે કહ્યું હતું કે, “જો કોઈ પણ સ્થાનાંતરીત ભારતીય દુનિયામાં ગમે ત્યાં અટવાઇ જાય, તો તેને વિશ્વાસ હોય છે કે સરકાર તેને બચાવશે. રાહતમાં માત્ર એક ટ્વીટનું અંતરે જ છે. સરકાર એક ટ્વીટનાં માધ્યમે તેની મદદ કરવા લાગી જશે. આ પ્રથમ એમ્બેસી માટે અગ્રતા ન હતી, પરંતુ હવે તે ટોચની અગ્રતા બની છે વડાપ્રધાને ભારતીયોને વિદેશીઓ પર ગૌરવ અપાવવાની તક આપી છે અને વિદેશ મંત્રાલયે તેમને ખાતરી કરવાની તક આપી છે.”

વિયેતનામમાં સુષ્મા સ્વરાજ હિન્દ મહાસાગર સંમેલનના ચોથા સંસ્કરણનું ઉદ્ઘાટન કરશે. તેઓ 16 માં સંયુક્ત આયોગનાં બેઠકમી અધ્યક્ષતા પણ કરશે. જેમાં તેમની સાથે વિયેતનામના ઉપ પ્રદાનમંત્રી અને વિદેશ મંત્રી પણ હાજર હશે.