Surat/ સુરત સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં, મેડિકલ ચેક-અપના બહાને અરજદારો પાસેથી ગેરકાયદેસર રીતે વસૂલાય છે રકમ

સુરતની સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં જોવા મળી. અગાઉ હોસ્પિટલમાં દર્દીઓ માટેના સ્ટ્રેચર અને વ્હીલચેર જેવી સામાન્ય સુવિધા ના હોવાથી વિવાદમાં જોવા મળી હતી.

Top Stories Gujarat Surat
YouTube Thumbnail 45 સુરત સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં, મેડિકલ ચેક-અપના બહાને અરજદારો પાસેથી ગેરકાયદેસર રીતે વસૂલાય છે રકમ

સુરતની સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં જોવા મળી. રાજ્ય સરકારના નશાબંધી અને આબકારી વિભાગ દ્વારા દવારૂપે વર્ષ 2019થી વર્ષ 2023 સુધીમાં 10327 લોકોને દારૂ પીવા અંગેની લાયસન્સ તેમજ મંજૂરી આપવામાં આવી છે. જે માટે સુરતીઓએ આબકારી વિભાગને 9.35 કરોડ રૂપિયા જેટલી રકમ ચૂકવી દીધી છે. પરંતુ આ લાયસન્સ લેતા પહેલાં જરૂરી એવા મેડિકલ ચેક-અપના નામે સુરત નવી સિવિલ હોસ્પિટલ દ્વારા સુરતીઓએ પાસેથી 6.28 કરોડની રકમ ગેરકાયદે રીતે ખંખેરી લેવામાં આવ્યા હોવાના આક્ષેપ સુરતના આરટીઆઇ એક્ટિવિસ્ટ દ્વારા કરવામાં આવ્યા છે.

આરટીઆઇ એક્ટિવિસ્ટ દ્વારા આક્ષેપ કરાયો છે કે નવી સિવિલ હોસ્પિટલના સત્તાધીશો દ્વારા દારૂ લાયસન્સ મેળવવા માટે આવતા અરજદારો પાસેથી મેડિકલ ચેક-અપના નામે આ રકમ ગેરકાયદેસર રીતે વસૂલવામાં આવી છે. અગાઉ હોસ્પિટલમાં દર્દીઓ માટેના સ્ટ્રેચર અને વ્હીલચેર જેવી સામાન્ય સુવિધા ના હોવાથી વિવાદમાં જોવા મળી હતી. પ્રાથમિક સુવિધાના અભાવે દર્દીઓને તેમના સંબંધીઓ ઉચકીને લઈને જોવા મળ્યા હતા. અને હાલમાં મેડિકલ ચેક અપના બહાને દર્દીઓ પાસેથી વધુ રકમની વસૂલાત થતી હોવાનું સામે આવ્યું છે.

સુરતની સિવિલ હોસ્પિટલ સાથે હમેશા કોઈને કોઈ વિવાદ જોવા મળ્યો છે. દવારૂપે દારૂ પીવા માટે અરજદારો દ્વારા નશાબંધી અને આબકારી વિભાગમાં અરજી કરવામાં આવે છે. જે બાદ નશાબંધી વિભાગ તરફથી લાઇસન્સ આપવા માટેની પ્રક્રિયા કરવામાં આવે છે. અરજદારો દ્વારા આ માટે કાયદેસરની 6000 રૂપિયા જેટલી ફી ચુકવવામાં આવે છે. અરજી કરનાર અરજદારે નવી સિવિલ હોસ્પિટલ ખાતેથી મેડિકલ હેલ્થ ચેક-અપ અંગેનું પ્રમાણપત્ર પણ મેળવવાનું હોય છે. જોકે અરજદારો દ્વારા સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકલ હેલ્થ ચેક-અપ માટે કરવામાં આવેલ અરજીના નામે હોસ્પિટલના સત્તાધીશો દ્વારા વર્ષ 2019થી વર્ષ 2023 સુધીમાં 10,307 લોકો પાસેથી 6.28 કરોડ રૂપિયા જેટલી રકમ ખંખેરી લેવામાં આવી હોવાના આક્ષેપ થયા છે.

સુરતના આર.ટી.આઈ એક્ટિવિસ્ટ દ્વારા કરવામાં આવેલી આર.ટી.આઈમાં આ ખુલાસો થયો છે. આરટીઆઈ માં સામે આવેલા આંકડા મુજબ નવી સિવિલ હોસ્પિટલના સત્તાધિશો દ્વારા અરજદારો પાસેથી મેડિકલ હેલ્થ ચેક-અપના નામે લેવામાં આવેલી કરોડોની રકમ ગેરકાયદેસર હોવાનો આરોપ આરટીઆઇ એક્ટીવીસ્ટ સંજય ઇઝાવાએ કર્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:Crime story/ગીરગઢડામાં બે ભાઈઓ પર જીવલેણ હુમલો, એકનું મોત

આ પણ વાંચો:food festival/અમદાવાદીઓ આનંદો! શહેરીજનો માટે ફુડ ફેસ્ટિવલ શરૂ થશે