@ Nikunj Patel
Gir Somanth News: ગીર સોમનાથના ગીરગઢડા તાલુકામાં ધોળે દિવસે ખૂની ખેલ ખેલાયો હતો. જેમાં બે ભાઈઓ પર જીવલેણ હુમલો કરાયો હતો. હુમલામાં એક ભાઈનું મોત નીપજ્યુ હતું. જ્યારે અન્ય યુવક ગંભીર રીતે ઘાયલ થતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો.
ગીરગઢડામાં હરડીયા ગામમાં ધોળે દિવસે હત્યાનો આ બનાવ બન્યો હતો. જેમાં બે સગા ભાઈઓ પર ઘાતકી હુમલો કરવામાં આવ્યો હતો. ગામના જ એક યુવકે આ હુમલો કર્યો હતો. જેમાં એક ભાઈનું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય ભાઈને ગંભીર હાલતમાં સારવાર અર્થે ઉનામા પ્રાથમિક સારવાર અર્થે લઈ જવાયો હતો. બાદમાં વધુ સારવાર માટે તેને જુનાગઢ લઈ જવાયો હતો.
બીજી તરફ હત્યા બાદ આરોપી ફરાર થઈ ગયો હતો. આ બનાવ અંગે જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ફરાર આરોપીને શોધવાની કામગીરી હાથ ધરી હતી.
આ પણ વાંચો:અમદાવાદીઓ આનંદો! શહેરીજનો માટે ફુડ ફેસ્ટિવલ શરૂ થશે
આ પણ વાંચો:વિરાટ કોહલી સતત ચોથી વાર બન્યો ODI ક્રિકેટર ઓફ ધ યર
આ પણ વાંચો:26 January 2024/26 જાન્યુઆરી : ખેડૂત સંઘ ‘ભારતીય કિસાન યુનિયન’નું દેશના ખેડૂતોને ટ્રેક્ટર માર્ચનું આહ્વાન