Sports News: આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC)એ વર્ષ 2023ના એવોર્ડસ જાહેર કર્યા છે. વિરાટ કોહલીને ICC મેન્સ ઓડીઆઈ (ODI) ક્રિકેટર ઓફ ધ યર (Cricketer of the Year) 2023 માટે પસંદગી કરાઈ છે. કોહલીએ આ ખિતાબ (Title) મેળવવાની રેસમાં સાથી ખેલાડીઓ મોહમ્મદ શમી અને શુભમન ગિલ અને ડેરિલ મિચેલને પાછળ છોડી દીધાં છે. તો બીજી બાજુ ઓસ્ટ્રેલિયા (Australia) કેપ્ટન (Captain) પેટ કમિન્સ મેન્સ આઈસીસી (ICC) ક્રિકેટર ઓફ ધ યર 2023 માટે પસંદગી કરાઈ હતી. આઈસીસીનું સૌથી મોટું સન્માન ક્રિકેટર ઓફ ધ યર છે.
Player of the tournament at the ICC Men’s @cricketworldcup 2023 😎
The extraordinary India batter has been awarded the ICC Men’s ODI Cricketer of the Year 💥 https://t.co/Ea4KJZMImE
— ICC (@ICC) January 25, 2024
વિરાટ કોહલી (Virat Kohli) ચોથી વાર ઓડીઆઈ ક્રિકેટર ઓફ ધ યર બન્યો છે. આ પહેલા 2012, 2017, 2018માં પણ પુરસ્કાર જીત્યો હતો. આ સાથે જ તે સૌથી વધુ વખત ખિતાબ જીતનારો ખેલાડી બની ગયો છે.
2023માં વન ડે ક્રિકેટમાં કોહલી
મેચ- 27
કુલ રન- 1377, એવરેજ- 59.86
સદી- 6, અર્ધસદી- 8
પેટ કમિન્સે આઈસીસી મેન્સ ક્રિકેટર ઓફ ધ યર (Men’s Cricketer of the Year)ની હરીફાઈમાં ભારતીય ખેલાડીઓને વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજાની સાથે સાથે ટ્રેવિસ હેડને પછાડી દીધાં. તેની કેપ્ટન્સીમાં ઓસ્ટ્રેલિયાએ 2023માં 6 આઈસીસી ખિતાબ (WTC ફાઈનલ અને ક્રિકેટ વર્લ્ડ) જીત્યા હતા. આ બંને ખિતાબ ભારતને હરાવીને ઓસ્ટ્રેલિયા જીત્યું હતું. પેટ કમિન્સે વર્ષ 2023માં કુલ 24 મેચોમાં 422 રન બનાવાની સાથે 59 વિકેટ લીધી હતી.
ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ઉસ્માન ખ્વાજાએ વર્ષ 2023 માટે મેન્સ ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ યર તરીકે પસંદ કરવામાં આવ્યો છે. ઉસ્માન ખ્વાજાએ આ રેસમાં ભારતના ટોચના ખેલાડીઓ રવિચંદ્રન અશ્વિન, જો રૂટ, ટ્રેવિસ હેડને હરાવ્યા હતા. આ સાથે આ ખિતાબ મેળવનાર છઠ્ઠા ખેલાડી બન્યા છે.
2023માં ટેસ્ટ ક્રિકેટમાં ખ્વાજા
મેચ- 13
કુલ રન- 1210, એવરેજ- 52.60
સદી- 3, અર્ધસદી- 6
આ પણ વાંચો:26 January 2024/26 જાન્યુઆરી : ખેડૂત સંઘ ‘ભારતીય કિસાન યુનિયન’નું દેશના ખેડૂતોને ટ્રેક્ટર માર્ચનું આહ્વાન
આ પણ વાંચો:Lok Sabha Elections 2024/ભાજપે કર્યો લોકસભા ચૂંટણી પ્રચારનો શંખનાદ, આ હશે પાર્ટીનું ખાસ ‘સ્લોગન’
આ પણ વાંચો:Harni Boat Accident/હરણી નદી બોટ દુર્ઘટના કેસમાં મુખ્ય સૂત્રધારની કરાઈ ધરપક