વૈશ્વિક મહામારી કોરોનાએ વિશ્વભરમાં હાહાકાર મચાવ્યો છે. ગુજરાત રાજ્યમાં દિવાળી બાદ શરુ થયેલી કોરોનાની બીજી ઇનિંગ માંડ મંદ ગતિ પકડી છે. ત્યારે હવે આગામી મહિનામાં આવી રહેલા ઉતરાયણ ના પર્વ ને લઈને સરકારે મોટો નિર્ણય કર્યો છે.
આજે યોજાયેલી કેબિનેટ બેઠકમાં પતંગ ઉત્સવને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાતના તમામ પતંગોત્સવ રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં વ્યાપેલી કોરોના મહામારીને કારણે આ લેવાયો છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં અલગવિધ આઠ જગ્યાએ પતંગોત્સવ યોજાવાનો હતો. પરંતુ સરકારના નિર્ણયને લઈને હવે તમામ જિલ્લાઓમાં પતંગોત્સવનું આયોજન નહિ કરવામાં આવે. સાથે સાથે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ પણ નહિ યોજાય.
નોધનીય છે કે, કોરોનાનો આ નવો સ્ટ્રેન ખતરાની મહાઘંટડી બન્યો હોવાનું હોલમાં નોંધવામાં આવી રહ્યું છે. કોરોનાના નવા સ્ટ્રેનનું UKમાં તો રીતસરનું તાંડવ જોવામાં અને નોંધવામાં આવી રહ્યું છે. છેલ્લાં 24 કલાકમાં 53,100 નવા કેસ નોંધાયા છે. આપને જણાવી દઇએ કે, આ અત્યાર સુધીનો સૌથી મોટો આંક છે. સાથે સાથે જ છેલ્લાં 24 કલાકમાં 414નાં મોત પણ આ જ નવા સ્ટ્રેનનાં કારણે થયા છે. સ્પષ્ટતા કરી દઇએ કે આ કોરોનાનાં નવા સ્ટ્રોન દ્વારા નોંધવામાં આવેલો મૃત્યુ આંક છે. Covid-19 તો હાહાકાર પોતાની રીતે મચાવી જ રહ્યો છે. કોરોનાનો નવો સ્ટ્રેન નિયંત્રણો છતાં UKમાં બેકાબૂ જોવામાં આવી રહ્યો છે.

જો કે, વિશ્વમાં હાહાકાર વચ્ચે ભારત માટે Covid-19ને લઇને રાહતનાં સમાચાર છે. બીલકુલ દેશમાં ફરી કોરોનાનાં રાહત સૂચક આંકડા નોંધવામાં આવ્યા છે. ભારતમાં છેલ્લાં 24 કલાકમાં 20,500 નવા કેસ નોંધવામાં આવ્યા છે. 24 કલાકમાં 26,600 કોરોના મુક્ત થયા છે, તે સૌથી મહત્વની બાબત છે. જો કે, 24 કલાકમાં 285 નાગરિકોના મોત પણ નિપજ્યા છે. સૌથી સારી બાબતએ છે કે શિયાળામાં કોરોનાનાં કેસ વધશેનાં અંદાજ વચ્ચો હાલ દેશમાં એક્ટિવ કેસ હવે માત્ર 2.60 લાખ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે કોરોનાનો નવો સ્ટ્રેન ભારતમાં પણ પ્રવેશી ચૂક્યો છે અને દેશમાં 8 કોરોનાનાં નવા સ્ટ્રેનનાં કેસ પણ નોંધવામાં આવી ચૂક્યા છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
