Ahmedabad : મંત્રી ઋષિકેશ પટેલે આજે વિધાનસભા ગૃહમાં છેલ્લા 2 વર્ષમાં અમદાવાદ શહેરી વિસ્તાર સત્તામંડળ (AUDA)ની હદમાં એગ્રીકલ્ચર ઝોનમાં આવતી જમીનમાં હોટલ પોલીસી અંતર્ગત બાંધકામ અંગે મંજુરીઓ કે વિકાસ પરવાનગીનો જવાબ આપતા જણાવ્યું હતું કે, ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના મોજે. મુલસણામા કર્ણાવતી ક્લબ લીમીટેડને તા.21-01-2023 ના રોજ 1,71,173 ચો.મી અને મોજે. વાયણામા રાજપથ ક્લબ લીમીટેડને તા. 21-02-2023 ના રોજ 1,31,353 ચોરસમીટર (કુલ જમીન ક્ષેત્રફળના 40% કપાત બાદની જમીન)ની પરવાનગી પ્રોજેક્ટ માટે આપી છે.
“રેગ્યુલેશન ફોર હોટેલ – 2011” અંતર્ગત અમદાવાદ મહાનગરપાલિકાની હદમાં કુલ -3 હોટલને સરકારે સૈદ્ધાંતિક મંજૂરી, વિકાસ પરવાનગી અને B.U. પરમિશન R1,R2 અને CBD ઝોનમાં તેમજ “હોટેલ એન્ડ મીક્ષ યુઝ રેગ્યુલેશન – 2016” અંતર્ગત મહાનગરપાલિકાના R3 ઝોનમાં કુલ-4 હોટલને સૈદ્ધાંતિક અને વિકાસ પરવાનગી અને તે પૈકી 2 હોટલને BU પરવાનગી અને ઔડાની 3 હોટલને ઉક્ત તમામ પરવાનગી આપી હોવાનું મંત્રીએ જણાવ્યું હતું.
હોટેલ એન્ડ મીકસડ યુઝ ડેવલોપમેન્ટ વિનિયમો – 2016 મુજબ ખેતીઝોનમાં 0.1 બેઝ FSI(Floor Space Index) કરતા વઘારાની FSI માટે જંત્રીના 40% મુજબ પેઇડ FSIની જોગવાઇ કરાયેલ છે. જેના નાણા સત્તામંડળમાં ભરવાના થાય છે. આ પોલીસીથી સરકારને કોઇ આવક થતી નથી. ૫રંતુ સત્તામંડળને પેઇડ FSI ના કારણે આવક થાય છે. જેના અંતર્ગત છેલ્લા 2 વર્ષમાં ઔડાને ફી અને ચાર્જીસ પેટે રૂા.6,38,26,082/- ની આવક થયેલ છે.
અત્રે નોંધનીય છે કે, રાજ્યમાં વાયબ્રન્ટ ગુજરાતના માધ્યમ દ્વારા દેશ, વિદેશના રોકાણકારો દ્વારા ઔદ્યોગિક વિકાસ માટે થઇ રહેલ રોકાણ, કૃષિ ઉત્પાદનોમાં થઇ રહેલ વધારો વિશ્વ વ્યાપી આરોગ્યલક્ષી સેવાઓની ઉપલબ્ધતા તેમજ પ્રવાસ/પર્યટન પ્રવૃત્તિ વેગવાન બનવાને લઈ, રાજયમાં આવતા અતિથિ અને પ્રવાસીઓને સુવિધાયુકત સગવડો વાળી હોટેલોમાં રોકાણ કરવાની વ્યવસ્થા થાય તે માટે અધતન સગવડવાળી હોટલની જરૂરીયાતો ધ્યાને લઇ અને અધતન સવગડવાળી હોટલની સેવાઓ લોકોને ઉપલબ્ધ બનાવવા તથા જગ્યાનો કરકસરયુકત ઉપયોગ, જાહેર સલામતી, પાર્કિંગ વિગેરે જેવા મુદ્દાઓ ધ્યાને લઇ “રેગ્યુલેશન ફોર હોટલ- 2011” તા.25.04.2011 થી રાજયમાં ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અઘિનિયમ-1976 હેઠળ રચાયેલ સત્તામંડળ વિસ્તારોમાં લાગુ કરવામાં આવેલ છે.
ત્યારબાદ, રાજયમાં આવતા પ્રવાસીઓ અને રાજ્યમાં યોજાતી આંતરરાષ્ટ્રીય કક્ષાની ઇવેન્ટ્સના પ્રતિનિધિને હોટેલ સાથે મીક્ષ પ્રકારના રીક્રીએશન/રીસોર્ટ/શોપીંગ ફોર ટુરીસ્ટ/સર્વિસ એપાર્ટમેન્ટ/વાણીજય/શોપીંગ મોલ/મલ્ટીપ્લેક્ષ/કન્વેન્શન સેન્ટર વિગેરે જેવા હોટેલને સંલગ્ન ઉ૫યોગ ૫ણ મળી શકે તથા ટુરીઝમ એકટીવીટીને પ્રોત્સાહન મળી રહે તે હેતુથી હોટેલ સાથે મીકસડ યુઝ ડેવલોપમેન્ટ આપવા માટે ‘હોટેલ એન્ડ મીકસડ યુઝ ડેવલોપમેન્ટ વિનિયમો-2016’ તા.01.02.2016 થી અમલી છે.
આ પણ વાંચો: ‘અમૃત 2.0 મિશન’ અંતર્ગત સુરત શહેરમાં અને ગાંધીનગર મહાનગરપાલિકામાં કરોડોના વિકાસ કામો કરાયા
આ પણ વાંચો: ૫૧ શક્તિપીઠના “હ્યદય” અંબાજીના વિશ્વસ્તરીય ડેવલપમેન્ટ માટે સરકારનો અડગ નિર્ધાર છે :- મંત્રી ઋષિકેશ પટેલ
આ પણ વાંચો: સુરત ટેક્સટાઈલ માર્કેટમાં આગ મુદ્દે કુમાર કાનાણીએ સરકારને કરી અપીલ
