Surat News: સુરતના મોટા વરાછા (Mota Varachha) વિસ્તારમાં આવેલા AR મોલમાં યુવતી સાથે કથિત અશોભનીય (AR Mall Surat Unseemly Behavior) વર્તનનો મામલો સામે આવ્યો છે. મોલના CCTV ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ સમગ્ર ઘટનાની ચર્ચા શરૂ થઈ છે. હાલ યુવતી કે તેના પરિવાર તરફથી સત્તાવાર ફરિયાદ નોંધાઈ ન હોવાનું જાણવા મળ્યું છે, જોકે વાયરલ વીડિયોના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.
પૂછપરછના બહાને યુવતીનો પીછો કરવાનો આક્ષેપ
વાયરલ થયેલા CCTV ફૂટેજમાં એક યુવક યુવતીની પાછળ જતો અને તેની સાથે વાત કરવાનો પ્રયાસ કરતો જોવા મળે છે. ત્યારબાદ યુવક યુવતીનો પીછો કરતો હોવાનો આક્ષેપ છે.
ફૂટેજમાં મોલના અલગ-અલગ ભાગોમાં યુવક અને યુવતીની હિલચાલ જોવા મળે છે. એક સ્થળે યુવક દ્વારા યુવતી સાથે કથિત અશોભનીય હરકત કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. સમગ્ર ઘટનાક્રમ મોલના CCTV કેમેરામાં કેદ થયો હોવાનું સામે આવ્યું છે.
AR Mall Surat Unseemly Behavior: CCTV વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા અને સ્થાનિક ગ્રૂપમાં વાયરલ થયા બાદ મામલો પોલીસ (Utran Police) સુધી પહોંચ્યો છે. જાહેર સ્થળે મહિલાની સુરક્ષાને લઈને (Women Safety Surat) પણ સવાલો ઉઠી રહ્યા છે.CCTV ફૂટેજ વાયરલ થયા બાદ પોલીસ દ્વારા વીડિયોની ચકાસણી કરવામાં આવી રહી છે. સાથે જ ઘટનામાં દેખાતા યુવકની ઓળખ મેળવવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે.
ઉત્રાણ પોલીસે તપાસ શરૂ કરી
હાલ આ મામલે ભોગ બનનાર યુવતી અથવા તેના પરિવાર તરફથી પોલીસ ફરિયાદ નોંધાઈ નથી. જોકે, વાયરલ CCTV ફૂટેજને (CCTV Viral Video) આધારે ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ઉત્રાણ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.પોલીસ દ્વારા CCTV ફૂટેજની તપાસ કરી યુવકની ઓળખ અને સમગ્ર ઘટનાની હકીકત જાણવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ફરિયાદ નોંધાય છે કે નહીં અને તપાસમાં શું હકીકત સામે આવે છે તે બાદ મામલો વધુ સ્પષ્ટ થશે.
આ પણ વાંચો: છેડતી કરતાં યુવકને કિન્નરે જાહેરમાં શીખવ્યો પાઠ! વાળ પકડી બે લાફા ઝીંકતાં દશામાના વિસર્જનમાં બબાલ
આ પણ વાંચો: અમદાવાદ નરોડામાં સગીરા સાથે છેડતીનો પ્રયાસ, બચવા જતાં 10મા માળેથી પટકાઈ; CCTVમાં ઘટના કેદ
