સંજય મહંત, મંતવ્ય ન્યૂઝ-સુરત
સુરત જિલ્લા માં કોરોનાનો કહેર વધ્યો, રોજબરોજ વધી રહ્યા છે કોરોના કેસ, જિલ્લા આરોગ્ય વિભાગ ચિંતત થતા વેકસીનેશન તેમજ સેનેતાઈઝર છંટકાવ ની કામગીરી હાથધરવામાં આવી. જિલ્લા કલેકટર ના આદેશ મુજબ ગ્રામ્ય વિસ્તારમાં કોવિડ ૧૯ ના કેસ અટકાવવા અંગે કામગીરી સાથે તંત્ર દ્વારા લોકોને જાગૃત રહેવા અપીલ કરવામાં આવી.

સુરત જિલ્લા માં કોરોનાનો કહેર વધ્યો છે. જેને ગ્રામ્ય વિસ્તારમાંનું તંત્ર થયું અલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે. ગતરોજ જિલ્લામાં એકસાથે ૭૧ પોઝિટિવ કેસો નોંધાયા હતા. વેકસીનેશન ની સાથે સાથે સેનેટાઈઝરની કામગીરી હાથ ધરવામાં આવી. જેને લઈ જિલ્લા કલેક્ટર ના આદેશ મુજબ ગ્રામ્ય વિસ્તારોમાં આજ અંગે કામગીરી કરવામાં આવી છે. ભીડભાડ વાળી જગ્યાએ સેનેટાઈઝર ની કામગીરી હાથ ધરવામાં આવી છે. ગ્રામ્ય વિસ્તારની શાળા, બજારો, સહિતની રહેણાક વિસ્તારની જાહેર જગ્યાઓ સેનેટાઈઝર નો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. ઓલપાડ ના કીમ ગામ વિસ્તારમાં દવા સાથે સેનેટાઈઝરનો કરવામાં આવ્યો છંટકાવ કરવામાં આવ્યો હતો. લોકોને કોરોના અંગે જાગૃત રહેવા તંત્ર ની અપીલ. તેમજ લોકો વધુ મેં વધુ કોરોના ની રસી લે માટે પણ અપીલ કરવામાં આવી રહી છે. બારડોલી નગર ખાતે ૫૦ થી વધુ સીનીયર સીટીઝન દ્વારા વેકસીન લેવા માં આવી હતી. જોકે ગ્રામ્ય વિસ્તારોમાં સતત વધી રહેલા કોરોના કેસ ને પગલે આરોગ્ય વિભાગ ચિંતત જોવા મળી રહ્યું છે. સાથે સાથે લોકોને કોરોના અંગે જાગૃત રહેવા પણ તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી રહી છે.
