Gandhinagar News: ગુજરાતના નવા મંત્રીમંડળ પ્રફુલ પાનસેરિયાને મંત્રીમંડળમાં સ્થાન જાળવ્યું છે. તેમને ટેલિફોનિક સૂચના પણ આપી દેવામાં આવી છે. આમ પ્રધાનમંડળમાં સ્થાન મેળવનારા પ્રફુલ પાનસેરિયા ફરીથી કેબિનેટમાં સ્થાન પામ્યા છે. તેમણે પોતે પણ સ્વીકાર્યુ છે કે તેમને ફોન આવી ચૂક્યો છે. તેમના પર સીએમ ભુપેન્દ્ર પટેલનો ફોન આવ્યો હતો. આમ નવા નીમાનારા પ્રધાનોને સીએમ ભુપેન્દ્ર પટેલ ફોન કરી રહ્યા છે. સુરતના અન્ય ધારાસભ્ય કુમાર કાનાણીએ પણ આ વાતને સમર્થન આપ્યું છે કે પ્રફુલ પાનસેરિયાને ફોન આવ્યો છે.
તેમણે સુરત કામરેજ વિધાનસભા બેઠક (Kamrej assembly seat) પર ભાજપના ઉમેદવાર પ્રફુલ પાનસેરિયાની ભવ્ય જીત બાદ કામરેજ તાલુકાના ગામડાઓમાં વિજય યાત્રા પણ કાઢી હતી. જો કે આજે પણ ગાંધીનગરમાં શપથ સમારોહમાં (Praful Panseriya Oath Ceremony in Gandhinagar ) ભાગ લીધા બાદ પ્રફુલ્લ પાનસેરીયાને સંસદીય બાબતો, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ જેવા ખાતાની ફાળવણી કરાઈ શકે છે.
લોકસેવા માટે જાણીતા: પ્રફુલભાઈ પાનશેરીયા (Bhupendra Patel Cabinet Praful Panseriya) પહેલાથી જ લોકસેવા માટે એમના મત વિસ્તારમાં જાણીતા વ્યક્તિ છે. પ્રફુલભાઈ પાનશેરીયા વિધાનસભા ચૂંટણીમાં BJP તરફથી કામરેજ બેઠક પરથી ચૂંટણી લડી વિજયી બન્યા છે. તેમની ઉંમર 51 વર્ષ છે અને તેમને સ્નાતક સુધીનો અભ્યાસ કરેલ છે. તેમની પાસે રૂપિયા 18625310ની જંગમ મિલકત છે. કોંગ્રેસે કામરેજ વિધાન સભા બેઠક પર નીલેશભાઈ કુંભાણીને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા. ત્યારે આમ આદમી પાર્ટીએ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર સામે રામ ધડૂકને ઉમેદવાર તરીકે ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા હતા.
રેકોર્ડ તોડી નાખ્યાં વિધાનસભાની ચૂંટણીની(Gujarat Assembly Election 2022) ગુરુવારના રોજ મત ગણતરી યોજાઈ હતી જેમાં ભાજપએ 157 જેટલી સીટો મેળવી તમામ રેકોર્ડ તોડી નાખ્યાં હતા.કોંગ્રેસના સુપડા સાફ કરી નાખ્યાં હતા.સાથે જ મોટા મોટા દાવા કરી રહેલ આમ આદમી પાર્ટીનો પણ કારમો પરાજય થયો હતો.
ખોબલે મત આપ્યા કામરેજ વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પ્રફુલ પાનસેરિયાને 1,85,585 મત, આમ આદમી પાર્ટીના ઉમેદવાર રામ ધડુકને 1,10,888 મત અને કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુભાનિને 27,511 મત મળ્યા હતા ઉલ્લેખનિય છે કે કામરેજ તાલુકાના ગામડાઓના મતદારોએ ખોબલે ખોબલે મત આપ્યા હતા.
આ પણ વાંચો:ભાજપના દર આઠમાં ધારાસભ્યે એકને મળશે મંત્રીપદ, ભાજપનું માસ્ટર પ્લાનીંગ જાણો
આ પણ વાંચો:મુખ્યમંત્રીના નિવાસ સ્થાને બેઠકમાં મંત્રીઓના રાજીનામા સ્વીકારવામાં આવ્યા
આ પણ વાંચો:અડધા મંત્રીઓને વિદાય, નાયબ મુખ્યમંત્રીની રેસમાં સંઘવી અને હળપતિ
