Gujarat News/ ભાજપના દર આઠમાં ધારાસભ્યે એકને મળશે મંત્રીપદ, ભાજપનું માસ્ટર પ્લાનીંગ જાણો

2027ની ચૂંટણી પહેલાં ભાજપે મંત્રીમંડળનું વિસ્તરણ કરી સામાજિક સ્કોર સેટલ કરવાનું પ્લાનિંગ કર્યું છે.

Gujarat

Gujarat News : હવે ભાજપની સરકારમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રચંડ વિજય બાદ મંત્રીમંડળનું ગઈકાલે વિસ્તરણ થવા જઈ રહ્યું છે. ત્યારે ભાજપ જ્ઞાતિ, રાજકીય સંતુલનનો અને વિસ્તારનો એક મોટો માસ્ટર પ્લાનિંગ કરશે એમાં કોઈ સવાલ નથી. સત્તાનાં સૂત્રો કહે છે કે ભારતીય જનતા પાર્ટીએ આ વખતે દરેક 8મા ધારાસભ્યે એકને મંત્રી બનાવવાનું એક અઘરું ગણિત તૈયાર કર્યું છે, જેમાં માત્ર સંખ્યા નહીં, પણ રાજ્યની સામાજિક ભૂગોળને પણ સંપૂર્ણ ન્યાય મળે તેની ખાસ કાળજી લેવાઈ છે. ભાજપને જો આ ગણિતો સાચા ઠર્યા તો 2027માં સફળતા મળવાની પૂરી સંભાવના છે. 2027ની ચૂંટણી પહેલાં ભાજપે મંત્રીમંડળનું વિસ્તરણ કરી સામાજિક સ્કોર સેટલ કરવાનું પ્લાનિંગ કર્યું છે.

ભાજપના વિજય રથમાં સૌથી મોટો ફાળો આપનાર પ્રદેશોને મંત્રીમંડળમાં પણ વજન આપવામાં આવે તેવી પૂરી સંભાવના છે. મધ્ય ગુજરાત એ ભાજપનો ગઢ ગણાય છે પણ સૌરાષ્ટ્રમાં આપ અને કોંગ્રેસની નવી રણનીતિ ભાજપ માટે માથાનો દુખાવો બની શકે છે એટલે ભાજપ આ વિસ્તરણમાં સૌરાષ્ટ્રને વધારે ફોકસ કરે તેવી સંભાવના છે.

સૌરાષ્ટ્ર: 47માંથી 42બેઠકો જીતીને સૌરાષ્ટ્રમાં ભાજપ અતિ મજબૂત છે. સ્વાભાવિક છે કે અહીંથી 7 થી 8 મંત્રીઓ નવા મંત્રીમંડળમાં સામેલ થઈ શકે છે. આ પ્રતિનિધિત્વમાં 3લેઉવા પટેલ, 1 કડવા પાટીદાર,2કોળી-OBC, 1આહિર-OBC, 1 ક્ષત્રિય અને 1 અનુસૂચિત જાતિ (SC) ને સ્થાન મળી શકે છે, જે સૌરાષ્ટ્રના જ્ઞાતિ આધારને મજબૂત કરશે. આમ ભાજપ જ્ઞાતિ સમીકરણોના આધારે નેતાઓને સ્થાન આપી શકે છે.

મધ્ય ગુજરાત (વડોદરા સહિત) : ભાજપના ૪૭માંથી ૪૪ ધારાસભ્યો મધ્ય ગુજરાતમાં છે. ૫ થી ૬ મંત્રીઓનો અહીંથી સમાવેશ થઈ શકે છે. અહીં મુખ્યત્વે 1 લેઉવા પટેલ, ૧ બ્રાહ્મણ અથવા SC, 1ક્ષત્રિય, 2 OBC અને 1અનુસૂચિત જનજાતિ (ST) ના પ્રતિનિધિઓને સ્થાન આપીને તમામ સમાજને ખુશ રાખવાનો પ્રયાસ કરાઈ શકે છે.પાટીદાર સમાજનું વર્ચસ્વ ભાજપના નવા મંત્રીમંડળની રચનામાં તો જળવાઈ રહેશે પરંતુ તેની સાથે ST,SC અને OBC સમુદાયોને પણ પૂરતું પ્રતિનિધિત્વ મળે તેવો વ્યૂહ અપનાવાયો છે.

પાટીદાર કાર્ડ : લેઉવા પટેલ અને કડવા પટેલ બંનેને પૂરતું મહત્ત્વ અપાય તેવી પૂરી સંભાવના છે. 4 પાટીદારોને માત્ર સૌરાષ્ટ્રમાંથી જ મંત્રીપદ મળી શકે છે. દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં પણ લેઉવા પટેલને સ્થાન મળે તેવી શક્યતા છે. આ પાટીદાર બહુમતીને સરકારના મુખ્ય આધારસ્તંભ તરીકે પ્રસ્થાપિત કરે છે.OBCને અગ્રતાક્રમ અપાશે : બક્ષીપંચ (OBC) સમુદાયને સત્તામાં સંતુલન માટે સૌથી વધુ ધ્યાન આપે તેવી પૂરી સંભાવના છે. સૌરાષ્ટ્રમાં કોળી અને આહિર, ઉત્તર ગુજરાતમાં ઠાકોર અને મધ્ય ગુજરાતમાં અન્ય OBC ચહેરાઓને સ્થાન આપીને વિશાળ OBC વોટ બેન્કને સાચવવાનો સ્પષ્ટ સંદેશ નેતાઓમાં જાય તેવી સંભાવના છે.

દક્ષિણ ગુજરાત (સુરત સહિત): 27માંથી 26 બેઠકો જીતનાર દક્ષિણ ગુજરાતને 4થી 5 મંત્રીપદ મળી શકે છે. અહીં બ્રાહ્મણ-જૈન-અનાવિલ ,લેઉવા પટેલ, ST, અને કોળી-OBC ના મિશ્ર પ્રતિનિધિત્વ પર ભાર મુકાય તેવી પૂરી સંભાવના છે.

ઉત્તર ગુજરાત (અમદાવાદ સહિત): ૫૩માંથી 43 બેઠકો મેળવનાર ઉત્તર ગુજરાતમાંથી મુખ્યમંત્રી સિવાય ચાર મંત્રીઓ બની શકે છે. જેમાં ઠાકોર-OBC, કડવા પટેલ, અને ST પ્રતિનિધિઓનો સમાવેશ કરીને ઉત્તર ગુજરાતના સંવેદનશીલ જ્ઞાતિ સમીકરણોને સાચવવાનો પ્રયાસ છે. હાલના મુખ્યમંત્રી પણ અમદાવાદથી છે અને પ્રદેશ પ્રમુખ પણ અમદાવાદના છે. કચ્છ: 6માંથી 6 બેઠકો જીતનાર કચ્છમાંથી સંભવતઃ એક મંત્રીને સ્થાન મળી શકે છે, જે પ્રાદેશિક ન્યાયનો ભાગ છે.

ભાજપ નવા મંત્રીમંડળના વિસ્તરણમાં સાબિત કરશે કે વિજય ભલે ભવ્ય હોય, પણ સત્તાની વહેંચણીમાં કોઈ વર્ગ કે વિસ્તારને અન્યાય ન થાય તેનું ધ્યાન રખાયું છે. ૮માંથી ૧ ધારાસભ્યને મંત્રી બનાવવાનું આ સૂક્ષ્મ ગણિત માત્ર સંખ્યાનું નથી પણ ગુજરાતની જ્ઞાતિ અને પ્રદેશ આધારિત રાજનીતિમાં સૌનો સાથ, સૌનો વિકાસ ના મંત્રને જાળવી રાખવાનો એક સફળ રાજકીય વ્યૂહ છે.

આ નવું મંત્રીમંડળ આગામી પાંચ વર્ષ માટે રાજ્યના રાજકારણ અને વિકાસની દિશા નક્કી કરશે. હવે કાલે કેવા સમીકરણો રચાય છે એ તો સમય બતાવશે પણ ગુજરાતમાં મોટા નેતાઓના આગમન શરૂ થઈ ગયા છે. ગાંધીનગરમાં મહાત્મામંદિરમાં મોટાપાયે તૈયારીઓ શરૂ કરાઈ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સૌરાષ્ટ્રના સુનિશ્ચિત મનાતા આ મંત્રીઓનું કેબિનેટમાં પડશે વજન

આ પણ વાંચો:કેબિનેટમાં ઉત્તર ગુજરાતમાં શંકર ચૌધરી અને ઋષિકેશ પટેલ બંનેનો સમાવેશ સુનિશ્ચિત

આ પણ વાંચો:ગુજરાતમાં કેબિનેટ વિસ્તરણ, રાતે આઠ વાગે સીએમના નિવાસ્થાને મળશે મહત્ત્વની બેઠક