Ahmedabad News/ હાથલારીવાળા પાસેથી 6 હજારની લાંચ લેતા સિક્યુરિટી ગાર્ડ ઝડપાયો

ACBએ ફરિયાદને આધારે અમદાવાદના વિરાટનગર તાર રસ્તા પાસેથી લાંચ લેતા પકડ્યો

Gujarat Ahmedabad

Ahmedabad News : હાથલારીમાં વિવિધ પ્રકારનો સામાન વેચતા શખ્સોને શાંતિથી ધંધો કરવા દેવા માટે રૂ.6,000ની લાંચ લેતા સિક્યુરિટી ગાર્ડ (કરાર આધારિત) વિજય પી.મકવાણાની ACBએ ધરપકડ કરી હતી.

આ કેસની વિગત મુજબ રામોલ હાથીજણ વોર્ડમાં બચુભાઇ ચાર રસ્તાથી મંથન ચાર રસ્તા સુધીના વિસ્તારમાં આર્થિક જરૂરીયાતમંદ લોકો હાથલારીઓમાં વિવિધ પ્રકારનો સામાન રાખી,વેચાણ કરતા હોય છે. બીજીતરફ આરોપી સિક્યુરિટી ગાર્ડ વિજય મકવાણાએ પોતે કોર્પોરેશનના એસ્ટેટ/દબાણ શાખામાં હોવાનું જણાવી, આ લારી-ગલ્લાવાળાને અવાર-નવાર દબાણ ઝુંબેશમાં હટાવી શાંતિથી ધંધો કરવા દેતા ન હતા.

આ હેરાનગતીથી બચવા સારૂ આ લારી ગલ્લાવાળાઓએ આ કામના ફરિયાદી કે જેઓ તે વિસ્તારના સામાજીક કાર્યકર છે તેઓની મદદ માંગેલી જેથી, ફરિયાદીએ વિજય મકવાણાનો સંપર્ક કરતા આરોપીએ આ હાથલારીઓ ઉભી રાખી શાંતિથી વ્યાપાર ધંધો કરવો હોય તો ખાણીપીણીની લારી દિઠ રૂા.200 અને શાકભાજી તથા અન્ય લારી દિઠ રૂા.100 ની માંગણી કરેલી. જેમાં આરોપીએ રકઝકના અંતે તમામ લારીઓના મળી કુલ રૂા.6,000ની લાંચની રકમની માંગણી કરેલ.

ફરિયાદી પોતે સામાજીક કાર્યકર હોય અને ગરીબ લોકો પાસેથી આ રીતે નાણાં ઉઘરાવી લાંચની રકમ આપવા માંગતા ન હોય તેઓએ ACBનો સંપર્ક કરી ફરિયાદ આપી હતી. જેને આધારે ACBએ અમદાવાદના વિરાટનગર ચાર રસ્તા,બ્રિજ નીચે જાળ બિછાવીને લાંચ લેતા વિજય મકવાણાની ધરપકડ કરી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વડોદરામાં નિવૃત PSI એ નશાની હાલતમાં કર્યો અકસ્માત

આ પણ વાંચો:ડીસા-પાલનપુર હાઇવે પર ગમખ્વાર અકસ્માતમાં બેના મોત, ટેલર-ટ્રક પલટ્યા

આ પણ વાંચો:અરવલ્લીમાં બે જુદાં-જુદાં માર્ગ અકસ્માતમાં પાંચના મોત