Arvalli News: અરવલ્લીમાં બે જુદા જુદા માર્ગ પર અકસ્માતમાં પાંચના મોત નીપજ્યા છે. બાઇક અને ઇકો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બાયડમાં સર્જાયેલા અકસ્માતમાં ત્રણ યુવકોના મોત થયા છે. શામળાજીમાં સર્જાયેલા અકસ્માતમાં બે યુવકોના મોત થયા છે.
આ અકસ્માતમાં બાઇક ડિવાઇડર સાથે અથડાતા બે યુવકોના મોત થયા હતા. આમ અમરેલી જિલ્લામાં બે જુદાં-જુદાં અકસ્માતમાં પાંચ યુવકોના મોત થયા હતા. પોલીસે અકસ્માત ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. બંને અકસ્માત સર્જાતા સ્થાનિકો તરત જ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તેઓએ ઇજાગ્રસ્તોને મદદ કરવાનો પ્રયત્ન કર્યો હતો. તેમણે તરત જ 108 સર્વિસને બોલાવી હતી. તેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. જો કે ફરજ પરના ડોક્ટરો તેમને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા.
આ બનાવના પગલે સ્થાનિક પોલીસ પણ તરત જ દોડી આવી હતી. પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી. પોલીસે પંચનામુ કરીને મૃતદેહો પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. પોલીસે મૃતકોના મોબાઇલ ફોન પણ કબ્જે લીધા છે અને તેમના નજીકના સગાસંબંધીઓને તેના અંગે જાણ કરી છે. પોલીસે ઘટનાસ્થળની નજીકના સીસીટીવી ફૂટેજ પણ શોધવા માંડ્યા છે, જેથી અકસ્માત સર્જાવવાની આખી ઘટના યોગ્ય રીતે જોઈ શકાય.
આમ બે અકસ્માતોના પગલે અરવલ્લી રક્તરંજિત બની ઉઠ્યુ હતુ. પાંચ-પાંચ ઘરના જીવતરના દીવા ઓલવાઇ ગયા હતા. એક જ દિવસમાં એક જ જિલ્લામાં સર્જાયેલા બે અકસ્માતના કારણે પાંચ-પાંચ કુટુંબો નોંધારા બની ગયા હતા. યુવાનોના કુટુંબીઓ પર તો જાણે આભ તૂટી પડ્યું હતું. મૃતકોના કુટુંબીઓના આંખના આંસુ સૂકાતા ન હતા. ચારેય બાજુ રડારોળ થઈ ગઈ હતી અને વાતાવરણ રીતસરનું ગમગીન થઈ ગયું હતું. કોણ-કોને દિલાસો આપે તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. ઉપસ્થિત લોકો પણ આ કરૃણાંતિકાથી ઉદાસ થઈ ગયા હતા.
આ પણ વાંચો: Arvalli news/અરવલ્લી જિલ્લામાં એક જ પરિવારના 3 સભ્યોનો ભયાનક અકસ્માત, થયા કરૂણ મોત
આ પણ વાંચો: Arvalli news/અરવલ્લીમાં ભેંસલા નજીક થયેલા અકસ્માતમાં ત્રણનાં મોત
આ પણ વાંચો: Aravalli News/અરવલ્લીમાં સાબર ડેરીના ભાવ વધારા સામે ઉગ્ર આંદોલન, મોડાસા-નડિયાદ હાઈવે પર દૂધની નદીઓ વહી
