Ahmedabad News : મીટરના લોડ વધારા માટે રૂ.15000 ની લાંચ લેતા અમદાવાદના ચાંગોદર સબ ડીવીઝનના UGVCLના જુનિયર આસિસ્ટન્ટની ACBએ ધરપકડ કરી હતી. આ કેસની વિગત મુજબ ફરીયાદીની ફાર્મા કંપનીમાં મીટરનાં લોડ વધારા માટે UGVCLની વેબસાઇટ પર ઓનલાઇન અરજી કરી હતી. જે અંગેની ઓન લાઇન ફી ભરી હતી.
જે મીટર લોડ વધારાનું તમામ કામ પતાવી આપવા માટે વ્યવહાર પેટે આ અમદાવાદના ચાંગોદર સબ ડીવીઝનના UGVCLના જુનિયર આસિસ્ટન્ટ ધનરાજ ડી.પટેલે ફરીયાદી પાસે રૂ15,000ની લાંચની માંગણી કરૂ હતૂ. આજ રોજ આ લાંચની રકમ રૂ.15,000 આપી જવા વાયદો કર્યો હતો.
જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોવાથી તેમણે ACBમાં ફરિયાદ નોંધાવી હતી. જેને આધારે ACBએ યુ.જી.વી.સી. એલ, ચાંગોદર સબ ડીવીઝન ની ઓફીસ નીચે, ઇસ્કોન ગાઠીયા રથ ની પાસે, આર.જી.સીટી મોલનાં પાર્કિંગ એરિયામાં, ચાંગોદર ખાતે જાળ બિછાવી હતી. જેમાં ફરિયાદી પાસેથી રૂ.15,000 ની લાંચ લેતા ધનરાજ પટેલ ઝડપાઈ ગયો હતો.
આ પણ વાંચો: Ahmedabad Flower Show/‘Ahmedabad Flower Show’માં જવું મોંઘુ થશે, ટિકિટ દરોમાં વધારો
આ પણ વાંચો: Navratri 2024/ખેલૈયાઓ માટે આનંદના સમાચારઃ નવરાત્રિમાં રાત્રે બે વાગ્યા સુધી Ahmedabad Metro દોડી શકે
આ પણ વાંચો: Ahmedabad city/Happy Birthday Ahmedabad: ઈતિહાસ, સંસ્કૃતિ અને આધુનિકતાનો સમન્વય ધરાવતું નગર
