ગુજરાતમાં જંગલ વિસ્તારમાં માનવની ઘુસણખોરી વધી છે. જેને કારણે છેલ્લા કેટલાક સમયથી હિંસક પશુની માનવ વિસ્તારમાં અવરજવર પણ વધી છે. ગુજરાતમાં કયાંક હિંસક પશુના હુમલા થઇ રહ્યા છે તો કયાંક શાંત જંગલી પશુઓ પર માનવોના હુમલા થઇ રહ્યા છે. આવો જ એક કિસ્સો પાટણ જીલ્લાના સાંતલપુર મુકામે બન્યો છે.
પાટણ જીલ્લાના સાંતલપુર તાલુકાના પાટણકા અને સિધાળા વચ્ચે આવેલ જંગલ વિસ્તારમાં અબોલ નિલગાયની હત્યા કરવામાં આવી છે. બંદુકના ભડાકે ગોળી મારી અબોલ નીલગાયની હત્યા કરી એક આરોપી મોટરસાયકલ ઉપર લઇ ને જતો હતો.
આ ઘટનાની જાણ સાંતલપુર પોલીસ ને થતાં સાંતલપુર પોલીસે આરોપી સાથે બાઈક અને નિલગાયનું માસ ઝડપી પડ્યું હતું.
વન વિભાગ નેં આ ઘટનાની જાણ કરાતા વન વિભાગ દ્વારા આરોપી અબ્બાસ નજર મહમદ ને લઈને પાટણકા ગામે ઘટનાસ્થળે લઈ જઈ તપાસ હાથ ધરી હતી. જે જગ્યાએ નીલગાયની હત્યા કરવામાં આવી હતી તે જગ્યા આરોપીએ ઓળખી બતાવી હતી. ત્યાંથી વનવિભાગે વધુ પુરાવા એકઠા કરીને ગુનો કરેલ છે તેનું વન વિભાગ સાંતલપુર દ્વારા પંચનામું કરી સાંતલપુર પોલીસ મથકે ફરિયાદ નોધાવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
