Rajkot News : રાજકોટના ચકચારભર્યા અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં જજ સમક્ષ સગીરાનું નિવેદન નોંધવામાં આવ્યું હતું. જેને પગલે આ કેસમાં નવો વળાંક આવ્યો છે. જેમાં દુષ્કર્મનો ભોગ બનનાર 17 વર્ષીય સગીરાએ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં જજ સમક્ષ નિવદેન આપ્યું છે કે જયરાજસિંહ જાડેજાના માણસોએ ખોટા નિવેદન આપવા બાબતે દબાણ કર્યું હતું. અનિરૂદ્ધસિંહ જાડેજા, રાજદીપસિંહ જાડેજાને હું ક્યારેય મળી પણ નથી અને ઓળખતી પણ નથી. બંને વકીલો દિનેશ પાતર અને સંજય પંડિતને પણ ખોટા ફસાવવામાં આવ્યા છે.
રાજકોટ ગ્રામ્ય પોલીસ પર પણ સગીરાએ આક્ષેપ કર્યા છે. પીડિતાએ કહ્યું હતું કે, અમિત ખૂંટે મારા પર બળાત્કાર કર્યો હતો. મને અને મારા પરિવારજનોને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, સમગ્ર કેસમાં અનિરૂદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ જાડેજા તેમજ રહીમ મકરાણી ફરાર છે.
આ પણ વાંચો: અમદાવાદમાં IPL ફાઇનલ દરમિયાન એક સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
આ પણ વાંચો: વડોદરાની સ્કૂલને બોમ્બ ધમકી: મેઈલનો તમિલનાડુ સાથે સંબંધ ?
આ પણ વાંચો: વડોદરાની 3 સ્કૂલને બોમ્બની ધમકી! પોલીસ તપાસ શરૂ
