Breaking News/ અમદાવાદમાં IPL ફાઇનલ દરમિયાન એક સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

Breaking News: IPL ફાઇનલ દરમિયાન એક સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. અમદાવાદના SP રિંગ રોડ પર આવેલી જીનીવા લિબરલ સ્કૂલને ધમકીભર્યો ઇમેઇલ મળ્યો છે. સ્કૂલે આ ધમકી અંગે પોલીસ અને DEO ઓફિસને જાણ કરી છે. IPL ફાઇનલ મેચ પહેલા અમદાવાદમાં વધુ એક બોમ્બ ધમકી મળી છે. અમદાવાદની જીનીવા લિબરલ સ્કૂલને બોમ્બ ધમકી મળ્યા […]

Top Stories Gujarat Breaking News

Breaking News: IPL ફાઇનલ દરમિયાન એક સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. અમદાવાદના SP રિંગ રોડ પર આવેલી જીનીવા લિબરલ સ્કૂલને ધમકીભર્યો ઇમેઇલ મળ્યો છે. સ્કૂલે આ ધમકી અંગે પોલીસ અને DEO ઓફિસને જાણ કરી છે.

IPL ફાઇનલ મેચ પહેલા અમદાવાદમાં વધુ એક બોમ્બ ધમકી મળી છે. અમદાવાદની જીનીવા લિબરલ સ્કૂલને બોમ્બ ધમકી મળ્યા બાદ લોકોમાં ગભરાટનો માહોલ છે. એક અનામી મેઇલ દ્વારા બોમ્બ ધમકી મળી હોવાની પ્રાથમિક માહિતી મળી છે. સ્કૂલ પ્રશાસને તાત્કાલિક પોલીસ અને કંટ્રોલ રૂમને જાણ કરી છે. ફાઇનલ મેચના દિવસે ધમકી મળ્યા બાદ પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી છે.

બીજી તરફ, આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને પંજાબ કિંગ્સ વચ્ચે IPL 2025 ની ફાઇનલ મેચ રમાનારી છે. IPL મેચમાં લાખો લોકોની અવરજવર પહેલા એક અકસ્માત થયો છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમના મુખ્ય પ્રવેશદ્વારની બહાર ગેસ સિલિન્ડર ફાટ્યો છે. ફૂટપાથ પર ખાદ્ય પદાર્થો વેચતા લોકોની બેદરકારી સામે આવી છે. સવારે અકસ્માત થયો હોવાથી મોટી જાનહાનિ ટળી ગઈ છે. હાલમાં, સ્ટેડિયમના મુખ્ય માર્ગ પર ગભરાટનો માહોલ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વન અને પર્યાવરણ વિભાગ માટે કુલ ₹3140 કરોડની કુલ જોગવાઇ કરવામાં આવી

આ પણ વાંચો:પર્યાવરણના પ્રદૂષણને લઈ સૌથી પહેલા કોણે કરી હતી સુપ્રીમમાં અરજી, બની ગઈ ઐતિહાસિક લડાઈનું પ્રતીક

આ પણ વાંચો:રેત ખનન માફિયા બેફામ, મનુષ્ય જીવન અને પર્યાવરણને નુકસાન