Surat News: સુરતના ભાથા ગામમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે, જ્યાં જનરેટરના ધુમાડાથી ગૂંગળામણ થવાથી 3 લોકોના મોત થયા હોવાનું માનવમાં આવી રહ્યુ છે. જનરેટર ચાલુ હતું ત્યારે રૂમમાં ધુમાડો ફેલાઈ ગયો હતો અને ઘરમાં હાજર 3 લોકોના મોત થયા હતા.
સુરતના ભાથા ગામમાં ગૂંગળામણ થવાથી 3 લોકોના મોત થયા છે. જનરેટર ચાલુ હતું ત્યારે રૂમમાં ધુમાડો ફેલાઈ ગયો હતો અને તેના કારણે 3 લોકોના મોત થયા હતા. એક પુરુષ અને 2 મહિલાઓ સહિત કુલ 3 લોકોના મોત થયા હતા. જનરેટરનો ધુમાડો રૂમમાં ઘૂસી ગયો હતો અને લોકો બહાર નીકળે તે પહેલાં જ મૃત્યુ પામ્યા હતા. પોલીસે સમગ્ર ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. આ ઘટના કોની ભૂલથી બની તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે અને પરિવારના સભ્યોના નિવેદનો લેવામાં આવ્યા છે.
જનરેટર ચાલુ હોવાને કારણે રૂમમાં ધુમાડો ફેલાઈ ગયો હતો. પોલીસ અને નજીકના લોકો ઘટનાસ્થળે પહોંચ્યા અને સૌ પ્રથમ જનરેટર બંધ કરીને મૃતદેહ બહાર કાઢ્યો. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે અને પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ સંબંધીઓને સોંપવામાં આવશે. આ ઘટનામાં સ્થાનિક લોકો પણ મદદ માટે પહોંચી ગયા છે અને પોલીસે નજીકના લોકોના નિવેદનો નોંધ્યા છે.
આ પણ વાંચો: સુરત : મંતવ્ય ન્યૂઝમાં કેમિકલ યુક્ત પાણીના અહેવાલને પગલે તંત્ર દોડતું થયું
આ પણ વાંચો: સુરતમાં મંતવ્ય ન્યૂઝના અહેવાલનો પડઘો પડ્યો, ઝીંગા તળાવ દૂર કરવા મેયરે કલેક્ટરને લખ્યો પત્ર
