Surat News/ સુરતમાં મંતવ્ય ન્યૂઝના અહેવાલનો પડઘો પડ્યો, ઝીંગા તળાવ દૂર કરવા મેયરે કલેક્ટરને લખ્યો પત્ર

સુરતમાં પ્રી-મોનસૂન વરસાદે તંત્રની પોલ ખોલી નાખી છે. અગાઉ મંતવ્ય ન્યૂઝે જણાવ્યું હતું કે અહીં બનાવવામાં આવેલા ઝીંગા તળાવ પાણીના નિકાલમાં અવરોધક બન્યા છે અને જો તે દૂર નહીં કરાય તો પાણીનો નિકાલ કરવો અઘરો થશે.

Top Stories Gujarat Surat Breaking News

Surat News: સુરતમાં પ્રી-મોનસૂન વરસાદે (Premonsoon Rain) તંત્રની પોલ ખોલી નાખી છે. અગાઉ મંતવ્ય ન્યૂઝે જણાવ્યું હતું કે અહીં બનાવવામાં આવેલા ઝીંગા તળાવ પાણીના નિકાલમાં અવરોધક બન્યા છે અને જો તે દૂર નહીં કરાય તો પાણીનો નિકાલ કરવો અઘરો થશે. મંતવ્ય ન્યૂઝ (Mantavya News)ની વાતનું જાણે પ્રતિબિંબ પાડતા હોય તેમ સુરતમાં પ્રી-મોનસૂન વરસાદમાં સ્થિતિ વણસી હતી. હવે સુરતના મેયરને પણ સમજમાં આવી ગયું છે કે જો ઝીંગા તળાવ દૂર કરવામાં નહીં આવ્યા તો આગામી ચોમાસામાં ધોધમાર વરસાદની સ્થિતિમાં સુરત રીતસર પાણીમાં જ હશે.

તેના પગલે મેયર દક્ષેશ માવાણી (Dakshesh Mavani) ખાડી પૂરનું સંકટ ટાળવા દોડધામ શરૂ કરી દીધી છે. તેઓ એક્શન મોડમાં આવી ગયા છે. તેમણે ભીમપોરના ઝીંગા તળાવ દૂર કરવા માટે કલેક્ટરને પત્ર લખ્યો છે. સુરતમાં વરસાદમાં પાણીના નિકાલ માટે મુખ્ય 9 ખાડીઓ છે. હવે ખાડી કિનારે દબાણ થવાના કારણે પાણીની વહન ક્ષમતામાં ઘટાડો થાય છે. તેની સાથે દબાણો થવાથી ખાડીમાં કાંપ જમા થતાં પૂરનું જોખમ પણ ઉદભવે છે. લિંબાયત, ઉધના અને અઠવા ઝોનમાંથી કાંકરા ખાડી પસાર થાય છે. આ કાંકરા ખાડીનું મુખ સીધુ ખજોદ પાસે મીંઢોળા નદીને મળે છે.

અહીં ભીમપોર ગામ પાસેના ઝીંગા તળાવના કારણે પાણીના પ્રવાહમાં અવરોધ સર્જાય છે. ગયા વર્ષે મીઠીખાડુના અમુક વિસ્તારોમાં પાણીનો ભરાવો થયો હતો. હવે આ તળાવો દૂર કરીને જમીન સમથળ કરવામાં આવે તો પાણીની વહન ક્ષમતા વધે. મેયર દક્ષેસ માવાણીએ જિલ્લા કલેક્ટર સૌરભ પારધીને આ અંગે પત્ર લખીને સત્વરે યોગ્ય પગલાં લેવાની માંગ કરી છે. તેમણે જણાવ્યું છે કે ચોમાસા પહેલા જો આ કામ કરવામાં આવે તો ચોમાસામાં સુરતીઓએ તકલીફ ઓછી ભોગવવી પડશે. આમ નહીં થાય તો ભારે વરસાદની સ્થિતિમાં સુરત પાણીમાં હશે. આમ મંતવ્ય ન્યૂઝે પાડેલી લોકલાગણીનો પડઘો તંત્ર સુધી પહોંચ્યો છે અને તંત્ર આ દિશામાં પગલાં લેવા માટે ગતિશીલ થયું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સુરતમાં ભારે વરસાદથી જળબંબાકાર, રસ્તાઓ જળમગ્ન બન્યા મેયરે ઉતરવું પડ્યું મેદાનમાં

આ પણ વાંચો: માંડવીની જીવાદોરી સમાન આમલી ડેમના તળિયા દેખાતા ખેડૂતોમાં ચિંતા

આ પણ વાંચો: અમદાવાદમાં એક ઇંચ વરસાદે જ તંત્રની પોલ ખોલી