Surat News : સુરતમાં મંતવ્ય ન્યૂઝમાં કેમિકલયુક્ત પાણીના અહેવાલ ચાલ્યા બાદ તંત્ર દોડતું થયું હતું. જેમાં વરસાદી પાણી ભરાવાની આડમાં કેમિકલયુક્ત પાણી છોડવામાં આવતું હતું. આ કલરિંગ પાણી છોડવાનો અહેવાલ મંતવ્ય ન્યુઝ દ્વારા પ્રસારિત કરવામાં આવ્યો હતો.
જેમાં સુરતના ઉધના વિસ્તારમાં વરસાદી પાણીની આડમાં કેમિકલયુકત પાણી છોડવામાં આવતું હતું. આમ તપેલા ડાઈંગ મિલો લોકોના આરોગ્ય સાથે ખિલવાડ કરતી હતી. મંતવ્ય ન્યૂઝએ તપેલા ડાઈંગની વાસ્તવિકતા બતાવતા ડ્રેનેજ કમિટી એક્શનમાં આવી હતી.
જેમાં કાર્યવાહી કરીને સાત જેટલી તપેલા ડાઈંગ સીલ કરવામાં આવી હતી. જીપીસીબી અને ડ્રેનેજ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી.
આ પણ વાંચો:અમદાવાદમાં અવિરત વરસાદ, ગુજરાતના 204 તાલુકામાં વરસાદ, ભિલોડામાં સૌથી વધુ 6.6 ઈંચ
આ પણ વાંચો:ગુજરાતમાં ચોમાસાનો દબદબો, ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય ,આ તાલુકામાં ભારે વરસાદની આગાહી
આ પણ વાંચો:ભરૂચના જંબુસરમાં ચાલુ વરસાદે રોડનું કામ
