સોશિયલ મીડિયા/ પોરબંદરમાં સોશિયલ મીડિયા પર આપત્તિજનક ટીપ્પણી કરનાર પકડાયો

સોશિયલ મીડિયા પર આપત્તિજનક ટીપપ્ણી કરનાર પકડાયો

Gujarat

પોરબંદરના એક શખ્સે મુસ્લિમ સમાજના ધર્મગુરૂ ઉપર ટિપ્પણી કરતા મુસ્લિમ સમાજે આ અંગે ડીવાયએસપીને રજૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ  પોલીસે સત્વરે આરોપીને પકડી પાડ્યો હતો.  સોશિયલ મીડિયામાં ધાર્મિક લાગણી દુભાય તેવી ટીપ્પણી કે પોસ્ટ મૂકવી એ કાયદાવિરુદ્ધ છે ત્યારે પોરબંદરના એક શખ્સે મુસ્લિમ સમાજના ધર્મગુરૂ પર ટીપ્પણી  કરતાં તેની રજૂઆત પોલિસ અધિક્ષકને કરવામાં આવી હતી.પોલીસે સત્વરે કાર્યવાહી કરીને સોશિયલ મીડિયા પર આપતિજનક ટીપ્પણી કરનારને પકડી પાડ્યો હતો.

પોરબંદરના એક શખ્સે મુસ્લિમ ધર્મ ગુરુ વિરુદ્ધ સોશિયલ મીડિયામાં ટિપ્પણીઓ કરી હતી અને આ બાબતે મેમણ વાળા વિસ્તારમાં મુસ્લિમ સમાજના લોકો એકત્રિત થઈ ગયા હતા અને મુસ્લિમ સમાજના લોકોએ ડીવાયએસપીને રજૂઆત કરી હતી  આ શખ્સને ઝડપી લેવાની માંગ કરી હતી. ત્યારબાદ પોલીસે ચક્રો ગતિમાન કરીને સાજણ પુંજા ઓડોદરા નામના શખ્સને ઝડપી લીધો હતો અને તેની સામે કાર્યવાહી કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ધાર્મિક લાગણી દુભાઈ કરતા પોલીસે તેની સામે કાર્યવાહી કરી હતી