Disa News : ડીસાની ઘટના મામલે કોંગ્રેસ પ્રમુખે મૃતાત્માઓને શ્રધ્ધાજલી પાઠવી છે. શક્તિસિંહ ગોહિલે મૃતાત્માઓને શ્રધ્ધાંજલી પાટવી હતી. તેમણે એક નિવેદનમાં જણાવ્યું હતું કે સુરત તક્ષશિલા, રાજકોટ TRP મોલમાં આગની ઘટનાઓ બનવા છત્તા હજી કોઈ કડક કાર્યવાહી થઈ નથી.
વધુમાં તેમણે કહ્યું હતું કે કોંગ્રસ પાર્ટી આ મામલે રાજકારણ કરવા માંગતી નથી. એક પણ ગુજરાતીને તકલીફ ન પડે તેની ચિંતા કરવી જોઈએ, એમ તેમણે નધુમાં ઉમેર્યું હતું.
તેમણે કહ્યું હતું કે આ ઘટનામાં નાના અને ગરીબ માણસોના મોત થયા છે. સરકાર ઉદાર હાથે આ શ્રમિકોને મદદ કરે તેવી આશા છે.
આ પણ વાંચો:અમદાવાદમાં શ્રેયસ કોમ્પલેક્સમાં લાગી ભીષણ આગ
આ પણ વાંચો:અમદાવાદમાં કાપડના ગોડાઉનમાં ભીષણ આગ
આ પણ વાંચો:અમદાવાદના વાસણામાં ભીષણ આગ, 25 ઝૂંપડા બળીને ખાખ, મોટી દુર્ઘટના ટળી