ગુજરાતને બહેનો અને દીકરીઓ માટે સલામત માનવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતા સદંતર વિપરીત છે…. બહેનો અને દીકરીઓની વાત તો જવા દો, પરંતુ ગુજરાતમાં હવે દીકરાઓ પણ સલામત નથી…. તેઓ પણ શારીરિક શોષણનો ભોગ બને છે, તેમની સાથે પણ દુષ્કૃત્ય થાય છે અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય થાય છે….
તાજેતરમાં રાજકોટ જિલ્લાના જસદણમાં બનેલી ઘટનાએ સબ સલામત ગુજરાતના દાવાની પોલ ઉઘાડી પાડી છે…. જસદણની સરકારી હોસ્ટેલમાં રેગિંગ નહીં પણ રીતસરના જાતીય શોષણ કિસ્સો બહાર આવતા સમગ્ર સૌરાષ્ટ્ર નહીં આખું ગુજરાત ચોંકી ઉઠ્યું છે…. આ શોષણ પાછુ 14 વર્ષના સગીરનું કરવામાં આવ્યું હતું….આવા એકાદ નહીં પણ ચાર સગીરની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવામાં આવ્યું હતું….

આમ આદમી પાર્ટી (આપ)ના વિસાવદર બેઠક પરના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ સગીર સાથેના સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યને લઈને તંત્ર પર આકરા પ્રહારો કર્યા હતા…. તેમણે જણાવ્યું હતું કે આજે જસદણમાં 14 વર્ષના એક નહીં ચાર-ચાર બાળક સાથે સ્કૂલના આચાર્યએ અને ગૃહપતિએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યુ છે….આ ઘટના બતાવે છે કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાનો કોઈને ડર રહ્યો નથી…. ગુજરાતમાં સબ સલામત નથી, પરંતુ બધું જ અસલામત છે….જસદણની ઘટના પછી માબાપ હવે તેમના સંતાનને હોસ્ટેલમાં મૂકતા સો વખત વિચાર કરશે….

તેમણે જણાવ્યું હતું કે આ કંઈ પહેલી જ ઘટના નથી હજી થોડા સમય પહેલા ધંધુકાની સરકારી હોસ્ટેલમાં 14 વર્ષના સગીરની સાથે પણ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું હતું…. આખા ગુજરાત માટે આ શરમજનક બનાવ બન્યો હતો અને તેના પડઘા હજી શમ્યા નથી ત્યાં જસદણમાં આ પ્રકારનો બનાવ બન્યો છે….આ પ્રકારની પરિસ્થિતિ શું બતાવે છે, આ ઘટના બતાવે છે કે પરિસ્થિતિ ક્યાં જઈ રહી છે. ગુજરાત ક્યાં જઈ રહ્યુ છે….

રાજ્યમાં દીકરીઓની ઇજ્જતના તો રોજ ધજાગરા ઉડે જ છે, હવે દીકરાઓની આબરુનું પણ સરકારી હોસ્ટેલોમાં લિલામ થવા લાગ્યું છે…. શું સરકારી હોસ્ટેલો આ રીતે સગીરોનું જાતીષ શોષણ કરવા માટે છે…. તેમા પણ આચાર્ય અને ગૃહપતિ જેવી વ્યક્તિ તેમા સંડોવાયેલી હોય તે બતાવે છે કે આ કયા પ્રકારનું શિક્ષણ આપવામાં આવી રહ્યું છે….
વાસ્તવમાં આ બાળકોના બદલે આ ગૃહપતિઓ અને આચાર્યોને ફક્ત ‘શિક્ષણ’ નહીં ‘પદાર્થપાઠ’ની પણ જરૂર છે….
માબાપ કેટલા ભરોસે તેમના સંતાનને હોસ્ટેલમાં મોકલતા હોય છે, તેમને હશે કે તેમનું સંતાન તૈયાર થશે, શિક્ષકો તેને કંઇક શીખવશે…. પણ અહીં તો ભરોસાની ભેંસે પાડો જણ્યો તેવી સ્થિતિ છે…. આ ઘટનાને લઈને સગીરે તેના માબાપને વાત જણાવતા પોલીસે ગૃહપતિ કિશન ગાગડિયા અને આચાર્ય રત્ના રાઘવાણી સામે કેસ નોંધ્યો છે. આરોપીઓને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે….

ગોપાલ ઇટાલિયાનો આરોપ છે કે આ બનાવમાં ભાજપના નેતાઓ સંડોવાયેલા છે…. તેના લીધે આગામી દિવસોમાં તેની તપાસમાં ચોક્કસ ભીનું સંકેલાશે…. તેમણે ખાતરીપૂર્વક જણાવ્યું હતું કે આ કેસના આરોપીઓ ભાજપ સાથે જોડાયેલા હોવાના કારણે તેમને કશું થવાનું નથી….

આ ઘટનાના થોડા દિવસો અગાઉ અમરેલી-સાવરકુંડલા પંથકમાંથી પણ આવી જ ઘટના પ્રકાશમાં આવી હતી…. સાવરકુંડલાના તાલુકાના વંડા વિસ્તારમાં આવેલી એક ખાનગી શાળામાં વિદ્યાર્થી પર દુષ્કર્મ ગુજારનારા શિક્ષક સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી…. તેના પછી શિક્ષકની પોલીસે ધરપકડ કરી હતી….ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ઉચ્ચ પોલીસ અધિકારીએ તેમા તલસ્પર્શી તપાસ શરૂ કરી છે….

હવે સગીર હોય કે સગીરા હોય પણ કોઈની પણ સાથે જ્યારે શારીરિક બળજબરી કરવામાં આવે ત્યારે તેના પર માનસિક રીતે અત્યંત વિપરીત અસર પડે છે…. આ પ્રકારનો વ્યક્તિ કોઈના સ્પર્શથી ડરતો થઈ જાય છે…. તે કોઈને કોઈ ફોબિયાનો ભોગ બને છે, તેને મનોવૈજ્ઞાનિક સારવારની જરૂર પડે છે….આ વ્યક્તિને પછી ભવિષ્યમાં સંબંધ બાંધવામાં ઘણી માનસિક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે….

આ બનાવના પગલે રાજ્યની મોટાભાગની હોસ્ટેલો હવે શંકાના દાયરામાં આવી ગઈ છે….આગામી દિવસોમાં કોઈપણ હોસ્ટેલમાં આવી ઘટના બની તો તેના પર વોચ વધી શકે છે….આચાર્ય અને ગૃહપિતા જ સૃષ્ટિ વિરોધના કૃત્યમાં સંડોવાયેલા હોય તો પછી રેગિંગ કરનારાઓ તો પછી જાણે નિર્દોષ જ કહેવાય તેવી આ વાત થઈ….

હવે જે લોકોને આ પ્રકારના આ નવા-નવા શોખ થયા છે તેને કમસેકમ પોલીસે તો અહેસાસ અપાવવો જરૂરી છે કે જો કોઈના બાળકને હાથ લગાડ્યો તો શું સ્થિતિ થઈ શકે તેમ છે…. રસ્તા પર ધમાલ મચાવતા આરોપીઓની નશ્યત કરાય અને તેમના સરઘસ કઢાય તો પછી આ પ્રકારના ગુનેગારોને કેમ નશ્યત ન કરાય અને તેમનું સરઘસ કાઢવામાં ન આવે…. જો સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરનાર ગુનેગારને કોઈ શરમ ન હોય તો પછી આરોપી સામે પોલીસે શા માટે દયાભાવ દાખવવો જોઈએ….જો આવા ગુનેગારોની પણ યોગ્ય નશ્યત કરવામાં નહીં આવે તો આગામી સમયમાં આ પ્રકારના કેસોમાં ઉછાળો આવશે તે નિશ્ચિત છે…. હાલમાં જેમ મહિલાઓ સામેના રેપ કેસ વધ્યા છે તેવી જ રીતે આ કેસમાં પણ નબળી કાર્યવાહી રહી તો આગામી દિવસોમાં આ પ્રકારના સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યના કેસોમાં ઉછાળો આવશે તે નક્કી જ છે….
આ પણ વાંચો: સોલર પમ્પની નવી ટેકનોલોજીને લઈને તંત્રની ઉદાસીનતાથી ખેડૂતોને ફટકો
આ પણ વાંચો: કુબેરભંડારી મંદિરનો વિવાદ-ટ્રસ્ટીઓ બાખડ્યા, શ્રદ્ધાળુઓને હેરાનગતિ
આ પણ વાંચો: મુસલમાનોએ કરેલા અત્યાચાર ભૂલવાના નથી, ભૂલ્યા તો ગયા સમજોઃ નીતિન પટેલ
