Jamnagar News : જામનગરના રણજીતનગર વિસ્તારમાં ચાલતું કુટણખાનું ઝડપાતા ચકચાર મચી છે. જામનગરના રણજીત નગર વિસ્તારમાં રહેતા નિવૃત્ત પોલીસ અધિકારીના પુત્ર કુટણખાનું ચલાવતો હોવાનો ઘટસ્ફોટ થયો છે. જેમાં નવા હુડકો પાસેના કવાર્ટરમાં કુટણખાનું ચાલતું હોવાનું બહાર આવ્યું છે. જેમાં બહારથી મહિલાઓ લાવી વાહનમાં દેહવ્યાપાર ચાલતો હોવાની ચોંકાવનારી માહિતી બહાર આવી છે. તે સિવાય પોલીસના બોર્ડ રાખેલા રૂ. 15.54 લાખના વાહનો જપ્ત કરવામાં આવ્યા છે.
આરોપી સરકારી જગ્યામાં ટેમ્પો ટ્રાવેલ્સ પાર્ક કરીને તેની અંદર કુટણખાનું ચલાવતો હતો. ટેમ્પો ટ્રાવેલ્સમાં એ.સી., પલંગ ગાદલા સહિતની સુવિધા ઉપલબ્ધ કરાવતો હતો. આ મામલે પોલીસે દરોડો પાડી ટેમ્પો અને કાર તેમજ રોકડ રકમ વગેરે સહિત નિવૃત પોલીસ પુત્ર ની અટકાયત કરી લીધી છે. જ્યારે અન્ય એક આરોપી ફરાર છે. આ કેસમાં અશોકસિંહ પ્રવિણસિંહ ઝાલા નામનો શખ્સ પોલીસને હાથે ઝડપાયો છે. તપાસમાં આરોપી મહિલાઓને વધુ પૈસાની લાલચ આપી દેહ વ્યાપાર કરાવતો હોવાનું બહાર આવ્યું છે.
આરોપી રાજ્ય સેવક ન હોવા છતાં કારમાં પોલીસના બોર્ડ રાખતો હતો. જેમાં તે POLICE, ‘POLICE INSPECTOR’ ના હોદ્દાવાળા બોર્ડ રાખતો હોવાનું તપાસમાં ખુલ્યું છે. હાલમાં પોલીસે તમામ વાહન જપ્ત કરી આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, જામનગરના રણજીત નગર વિસ્તારમાં રહેતા નિવૃત્ત પોલીસ અધિકારીનો પુત્ર અશોકસિંહ ઝાલા ટેમ્પો ટ્રાવેલ્સને સરકારી જગ્યામાં પાર્ક કરીને તેમાં કુટણખાનું ચલાવતો હતો. આ અંગે બાતમીના આધારે પોલીસની ટીમે દરોડો પાડ્યો હતો. જે દરોડા દરમિયાન ટેમ્પો ટ્રાવેલ્સની અંદર એક પુરુષ ગ્રાહકને રાજસ્થાનની યુવતીને બોલાવીને શરીર સુખ માણવા માટેની વ્યવસ્થા કરી કરાઈ હતી. આ દરમિયાન ટેમ્પો ટ્રાવેલ્સનો પાછળનો દરવાજો ખોલીને દિલીપ નામનો શખસ ભાગી છૂટ્યો હતો. મુખ્ય આરોપી અશોકસિંહ પ્રવિણસિંહ ઝાલાની અટકાયત કરતાં ચાર મોબાઈલ મળી આવ્યા હતા.
જેમાં તે POLICE, ‘POLICE INSPECTOR’ ના હોદ્દાવાળા બોર્ડ રાખતો હોવાનું તપાસમાં ખુલ્યું છે. હાલમાં પોલીસે તમામ વાહન જપ્ત કરી આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
આરોપી અગાઉ પણ પોતાના ઘરમાં દેહવ્યાપાર ચલાવવાના આરોપમાં પકડાઈ ચૂક્યો છે. તેણે પોતાની કારમાં પોલીસનું પ્રતીક લગાવીને દુરુપયોગ કર્યો હોવાથી તે અંગેની કલમ પણ ઉમેરવામાં આવી છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
ત્યાંથી પોલીસનેકોન્ડમના પેકેટ કબજે કર્યાં છે, અને તેની સામે ઈમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ ૧૯૫૬ ની કલમ -૩, (1), ૪(૧), અને ૫ (૧) ૫-(૧ બી), ૧ (૧) મુજબ ગુનો નોંધ્યો છે. સારા સાથે પોલીસની તપાસ કરમિયા તેની માલિકીની એક્સ.યુ.વી. કાર ત્યાં હાજર હતી, જે કારની તપાલથી કરતાં તેમાંથી પોલીસ લખેલી નેઈમ પ્લેટ મળી આવી હતી, અને પોતે ગેરકાયદેસર રીતે પોલીસ ઇન્સ્પેક્ટર ના હોદા નો ઉપયોગ કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું, જેથી પોલીસે કાર અને ટેમ્પો વગેરે કબજે કરી લીધા છે.
આ ઉપરાંત ટેમ્પો ટ્રાવેલ્સ માંથી મળી આવેલી એક યુવતી 5 કે જે પોતે રાજસ્થાનના જોધપુર થી બે દિવસ પહેલાં આવી હોવાની કબુલાત આપી હતી, જેણે ગઈકાલના એક જ દિવસમાં ૧૦ પુરૂષ ગ્રાહકોને સંતોચ્યા હોવાનું કબુલી લીધું હતું. અશોકસિંહ ઝરલા દ્વારા પુરૂપ ગ્રાહકો પાસેથી ૧,૦૦૦ રૂપિયા ઉઘરાવીને ૫૦૦ પીતે રાખતો હતો, અને ૫૦૦ યુવતિને આપતો હતો. જે યુવતી પામેથી પોલીસે ૧૧,૦૦૦ ની રોકડ રકમ કબજે કરી લીધી છે, અને યુવતીને હાલ વિકાસ ગૃહમાં મોકલી દેવામાં આવી છે. જ્યારે પોલીસ દ્વારા અશોક સિંહ ઝાલા ના ધરની ઝડતી કરવામાં આવી હતી
આ પણ વાંચો:અમદાવાદમાં શ્રેયસ કોમ્પલેક્સમાં લાગી ભીષણ આગ
આ પણ વાંચો:અમદાવાદમાં કાપડના ગોડાઉનમાં ભીષણ આગ
આ પણ વાંચો:અમદાવાદના વાસણામાં ભીષણ આગ, 25 ઝૂંપડા બળીને ખાખ, મોટી દુર્ઘટના ટળી
.