દેશમાં આવતા વર્ષે લોકસભા ચૂંટણી 2024 યોજાવા જઈ રહી છે. આ ચૂંટણીમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) અને એલાયન્સ ઓફ ઓપપોઝિશન પાર્ટીઝ ઈન્ડિયા (I.N.D.I.A.) વચ્ચે રોમાંચક મુકાબલો જોવા મળી શકે છે. આ વખતે દેશના સૌથી મોટા રાજ્યોમાંના એક ઉત્તર પ્રદેશમાં કઈ પાર્ટીને કેટલી સીટો જશે તે અંગે તમામ રાજકીય પક્ષો પોતાની રણનીતિ તૈયાર કરી રહ્યા છે. અમેઠી લોકસભા સીટ પર કોણ બાજી મારશે? આ અંગે કોંગ્રેસે પોતાના ઉમેદવારની જાહેરાત કરી દીધી છે.
ઉત્તર પ્રદેશના નવનિયુક્ત પ્રમુખ અજય રાય (યુપી કોંગ્રેસ ચીફ અજય રાય)એ શુક્રવારે એક મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી એકવાર અમેઠીથી ચૂંટણી લડશે. આ વખતે તેઓ અમેઠીના વર્તમાન સાંસદ અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીને આકરો પડકાર આપશે. આ સાથે અજય રાયે કહ્યું કે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી જ્યાંથી ઇચ્છે ત્યાંથી લોકસભા ચૂંટણી લડશે.
Congress appoints former MLA Ajay Rai as the president of the Uttar Pradesh Congress Committee. pic.twitter.com/QmDlNsGcxI
— ANI UP/Uttarakhand (@ANINewsUP) August 17, 2023
ઉત્તર પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ અજય રાય શુક્રવારે દિલ્હીથી તેમના ગૃહ જિલ્લા વારાણસી પહોંચ્યા હતા. આ દરમિયાન કોંગ્રેસના સેંકડો કાર્યકરોએ તેમનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. આ દરમિયાન અજય રાયે પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે રાહુલ ગાંધી અમેઠીથી ચૂંટણી લડશે. પ્રિયંકા ગાંધી વાડ્રા ઇચ્છે તો વારાણસીથી ચૂંટણી લડી શકે છે, અમારા દરેક કાર્યકર્તા તેમના માટે પોતાની બધી જ તાકાત લગાવી દેશે.
#WATCH राहुल गांधी अमेठी से चुनाव लड़ेंगे। प्रियंका जी चाहें तो वाराणसी से चुनाव लड़ सकती हैं, हमारा एक एक कार्यकर्ता उनके लिए जान लगा देगा: उत्तर प्रदेश कांग्रेस अध्यक्ष अजय राय pic.twitter.com/yjHH4XrCxs
— ANI_HindiNews (@AHindinews) August 18, 2023
કોંગ્રેસે ગુરુવારે (17 ઓગસ્ટ) પાર્ટી સંગઠનમાં મોટો ફેરફાર કર્યો છે. પાર્ટીએ રણદીપ સુરજેવાલાને મધ્યપ્રદેશના સિનિયર ઓબ્ઝર્વર બનાવ્યા બાદ હવે રાજ્યના પ્રભારી મહાસચિવનો વધારાનો હવાલો આપ્યો છે. તો બીજી તરફ મુકુલ વાસનિકને ગુજરાતના પ્રભારી મહાસચિવના પદની જવાબદારી સોંપવામાં આવી છે. આ સિવાય બ્રિજલાલ ખાબરીના સ્થાને અજય રાયને ઉત્તર પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો:વિક્રમ લેન્ડરનું ડિબૂસ્ટિંગનો પ્રથમ તબક્કો પૂર્ણ, ISROએ સફળતા પર વ્યક્ત કરી ખુશી
આ પણ વાંચો: રશિયાના લૂના-25એ ચંદ્રની પ્રથમ દુર્લભ તસવીર લીધી, બતાવ્યું આ આશ્ચર્યજનક નજારો
આ પણ વાંચો:ચંદ્રયાન-3થી અલગ થયું લેન્ડર, દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ તરફ આગળ વધ્યું: કાઉન્ટડાઉન શરૂ
આ પણ વાંચો:ચંદ્રયાન-3 કે લૂના-25 કોણ કેટલું દમદાર? જાણો લેન્ડિંગના તફાવત વિશે…
