Uttar Pradesh News: ઉત્તરપ્રદેશમાં સ્વાસ્થ્ય સેવાની કંગાળ સ્થિતિ પર કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ એક પોસ્ટ શેર કરી છે. પોતાની પોસ્ટમાં તેમણે લખ્યું છે કે જો લેખક ધરમવીર ભારતીજી આજે હયાત હોત તો “હાથગાડી પર હિમાલય” લખવાને બદલે “યુપીની આરોગ્ય સેવા હાથગાડી પર” લખત. આ રચનામાં હિમાલયની સુંદરતાનું વર્ણન ન થયું હોત, પરંતુ લોકોની અપાર વેદના અને રાજ્યની અરાજકતાનું વ્યંગાત્મક વર્ણન હોત. સારવાર માટે હોસ્પિટલ નથી, હોસ્પિટલ છે તો એમ્બ્યુલન્સ નથી, તૂટેલા હાડકાના અસહ્ય દર્દ સાથે હાથગાડીમાં હોસ્પિટલ પહોંચો છો તો ડોક્ટર નથી.
लेखक धर्मवीर भारती जी आज होते तो “ठेले पर हिमालय” लिखने की जगह “ठेले पर यूपी की स्वास्थ्य सेवा” लिखते। इस रचना में हिमालय का सौंदर्य वर्णन नहीं, बल्कि जनता की अथाह पीड़ा और प्रदेश की अव्यवस्था का विद्रूप वर्णन होता।
इलाज के लिए अस्पताल नहीं, अस्पताल है तो एंबुलेंस नहीं, टूटी… pic.twitter.com/51MvTFuu89
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) July 29, 2024
પ્રિયંકા ગાંધીએ આ પોસ્ટ સોશિયલ મીડિયામાં શેર કરી છે. તેના પર એક યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યું કે મેડમ કર્ણાટકમાં જતા હોવ તો ત્યાં 1200થી વધુ ખેડૂતો 6 મહિનામાં આત્મહત્યા કરી ચૂકયા છે. પ્રિયંકાગાંધીની આ પોસ્ટ માં એક વીડિયો એટેચ કરેલો છે જેમાં એક ઇજાગ્રસ્ત વ્યક્તિને લારીમાં હોસ્પિટલ લઈ જવામાં આવે છે. જયાં ડોક્ટર તેમને કહે છે કે હાડકાંના ડોક્ટર હાલમાં ઉપલબ્ધ ના હોવાથી તમે બે દિવસ પછી હોસ્પિટલ આવો. આ વીડિયોમાં દેખાય છે તે મુજબ લારી પર સૂતેલા વ્યક્તિનો એક પગ ઇજાગ્રસ્ત છે અને તેની આસપાસના લોકો તેમની સારવાર માટે બીજી હોસ્પિટલની તપાસ કરી રહ્યા છે.
સોશિયલ મીડિયામાં જાહેર થયેલા વીડિયો જોઈ કેટલાક લોકો ઉત્તરપ્રદેશમાં બગડેલ આરોગ્ય સેવાને લઈને યોગી આદિત્યનાથ સરકાર પર પ્રહાર કરી રહ્યા છે. તો કેટલાક લોકો આ વીડિયોને ખોટો ગણાવી રહ્યા છે. આ લોકોનું કહેવું છે કે વિપક્ષ ઉત્તરપ્રદેશમાં વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવવા આ પ્રકારના ભ્રામક પ્રચાર કરી રહ્યો છે. નાગરિકોને ગુમરાહ કરવામાં આવી રહ્યા છે. એક યુઝર્સ લખે છે કે યોગી આદિત્યનાથ ઉત્તરપ્રદેશમાં વ્યવસ્થા સુધારવા દિવસ-રાત મહેનત કરી રહ્યા છે ત્યારે INDIA ગઠબંધન આ પ્રકારનો ભ્રામક પ્રચાર કરી જનતાને ગેરમાર્ગે દોરી રહ્યા છે. આ પોસ્ટની ચકાસણી થવી જોઈએ. કેમકે આ વીડિયો ઉત્તરપ્રદેશનો લાગતો નથી.
આ પણ વાંચો: સસંદમાં આજે ચોમાસુ સત્રના છઠ્ઠો દિવસ, બજેટ, NEET અને અગ્નિવીર મુદ્દે થઈ શકે હંગામો
આ પણ વાંચો: દિલ્હી હાઈકોર્ટમાં અરવિંદ કેજરીવાલની ધરપકડ અને વચગાળાની જામીન મામલે થશે સુનાવણી
આ પણ વાંચો: કેન્દ્રીય મંત્રી એચ.ડી. કુમારસ્વામીને આ શું થયું? હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ બાદ શું કહ્યું
