Bhavnagar News/ ભાવનગર શહેરમાં વધુ એક અપહરણ અને દુષ્કર્મની ઘટના

ઘોઘારોડ પોલીસમાં નોંધાઈ અપહરણ અને દુષ્કર્મની ફરિયાદ

Top Stories Gujarat Breaking News

Bhavnagar News : ભાવનગર શહેરમાં વધુ એક અપહરણ અને દુષ્કર્મની ફરિયાદને પગલે ચકચાર મચી છે. જેમાં અપહરણ અને દુષ્કર્મની ફરિયાદ ઘોગા રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. આ બનાવની વિગત મુજબ ચાર ઇસમોએ યુવતીનું અપહરણ કર્યા બાદ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.

આ ઘટના અંગે ડીવાયએસપી આર.આર સિંધાલે જણાવ્યું હતું કે, એરપોર્ટ રોડ પર દુષ્કર્મના બનાવની ફરિયાદ ઘોઘા રોડ પોલીસમાં દાખલ થઈ છે, જેમાં ફરિયાદીએ અપહરણ, માર મારવો અને દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. રાતના 8:00 વાગે ફરિયાદીના ઘરે કોઈ અજાણ્યો માણસ જાય છે અને ફરિયાદીને કહે છે કે તમારાં મમ્મી-પપ્પા મળવા આવેલાં છે, તે બહાને બહાર લઈ જાય છે. આથી ફરિયાદી તેના એક વર્ષના દીકરા સાથે અજાણ્યા માણસની પાછળ પાછળ રિક્ષામાં બેસી જાય છે અને મહિલા સર્કલ પાસે આવે છે. મહિલા સર્કલ પાસે એક ફોરવીલ કાર પડેલી હોય છે. કારનો ડ્રાઇવરે ફરિયાદીને ધક્કો મારી ગાડીમાં બેસાડી દે છે.

ડીવાયએસપી સિંધાલે વધુમાં જણાવ્યું હતું કે, અગાઉ ફરિયાદીને દીપક નામના વ્યક્તિ સાથે પ્રેમસંબંધ હતો અને દીપકની વાઈફના ભાઈઓ મનસુખ, મુકેશ અને પિન્ટુ તે જોવે છે. બાદમાં કારમાં નશીલો પદાર્થ છાંટી તેને સૂંઘાડવામાં આવે છે, જેથી ફરિયાદી બેભાન થઈ જાય છે. બાદમાં આ લોકો એરપોર્ટ રોડ પર અજાણી જગ્યા પર લઈ જાય છે અને રાત્રે 12:00 વાગે ફરિયાદી જાગે છે. પોતે સેટી પર નિર્વસ્ત્ર અવસ્થામાં હતી અને ત્યાં જે આરોપી છે તે મનસુખ તેનો મોબાઇલ માંગે છે અને જણાવે છે કે મારી બહેનની જિંદગી બદતર કરી દીધી છે અને અમે પણ હવે તને જોશું, એમ કરી સાવરણી લઈ તેને માર મારે છે.

ફરિયાદીના પુત્રને પણ રેતીમાં ફેંકી દેવામાં આવે છે અને બંને આરોપીઓ હાથ પકડી દુષ્કર્મ કરે છે અને બાદમાં મરચું પ્રાઇવેટ પાર્ટમાં છાંટે છે અને નાંખે છે. ફરિયાદી દ્વારા જણાવ્યું હતું. આ ઘટના અંગે પોલીસ દ્વારા ફરિયાદીને મેડિકલ ચેકઅપ માટે લઈ જવામાં આવ્યાં છે, તેની તપાસ મહિલા પીઆઇ દ્વારા ચલાવવામાં આવી રહી છે.

જેમાં પોલીસે મદદગારી કરનાર શખ્સો સહિત 4 વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી. પોલીસે મનસુખ મકવાણા, મુકેશ મકવાણા,પિન્ટુ મકવાણા તથા અન્ય એક અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધી છે. પોલીસે દુષ્કર્મ તથા અપહરણની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: રાજ્યના P.H.C. માં મેડિકલ ઓફિસર વર્ગ-2ની કુલ 84.96 % અને C.H.C. માં 76.75% જગ્યા ભરાઈ; આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ

આ પણ વાંચો: કોણ છે જયપ્રકાશ સોની? ગુજરાતમાં ભાજપના 44 નામો કરતાં કોણ આગળ નીકળી ગયું, ડેપ્યુટી રજિસ્ટ્રારથી સીધા વડોદરા શહેર પ્રમુખ બન્યા

આ પણ વાંચો:રાજકોટમાં ભાજપના મહિલા કાઉન્સિલરને ગોળી વાગતાં હાલ સારવાર હેઠળ