Rajkot News/ રાજકોટમાં હીરાસર એરપોર્ટ પર દિલ્હીની ફ્લાઇટને બર્ડ હિટ

રાજકોટમાં દિલ્હીની ફ્લાઇટની ઇમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી. હીરાસર એરપોર્ટ પર ફ્લાઇટ ટેકઓફ કરતી હતી ત્યારે જ બર્ડ હિટ (Bird Hit) થતાં ફ્લાઇટ ફરીથી લેન્ડ કરવાની ફરજ પડી હતી. દિલ્હીની ફ્લાઇટમાં કુલ 124 પ્રવાસીઓ સવાર હતા.

Top Stories Gujarat Rajkot Breaking News

Rajkot News: રાજકોટમાં દિલ્હીની ફ્લાઇટની ઇમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી. હીરાસર એરપોર્ટ પર ફ્લાઇટ ટેકઓફ કરતી હતી ત્યારે જ બર્ડ હિટ (Bird Hit) થતાં ફ્લાઇટ ફરીથી લેન્ડ કરવાની ફરજ પડી હતી. દિલ્હીની ફ્લાઇટમાં કુલ 124 પ્રવાસીઓ સવાર હતા. એર ઇન્ડિયાની ફ્લાઇટના પંખામાં નુકસાન થયું હતું. ફ્લાઇટ રિપેરિંગ બાદ ડીજીસીએની ટીમ દ્વારા પણ ચકાસણી કરવામાં આવશે. ઇન્સ્પેકશન ટ્રાયલ બાદ જ ફ્લાઇટને ઉડાન માટે મંજૂરી આપવામાં આવશે.

રાજકોટમાં હીરાસર એરપોર્ટ પર દિલ્હીની ફ્લાઇટને બર્ડ હિટ

Rajkot News: રાજકોટમાં દિલ્હીની ફ્લાઇટની ઇમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી. હીરાસર એરપોર્ટ પર ફ્લાઇટ ટેકઓફ કરતી હતી ત્યારે જ બર્ડ હિટ થતાં ફ્લાઇટ ફરીથી લેન્ડ કરવાની ફરજ પડી હતી. દિલ્હીની ફ્લાઇટમાં કુલ 124 પ્રવાસીઓ સવાર હતા. એર ઇન્ડિયાની ફ્લાઇટના પંખામાં નુકસાન થયું હતું. એર ઇન્ડિયાની ફ્લાઇટના પંખામાં નુકસાન થયું હતું. ફ્લાઇટ રિપેરિંગ બાદ ડીજીસીએની ટીમ દ્વારા પણ ચકાસણી કરવામાં આવશે. ઇન્સ્પેકશન ટ્રાયલ બાદ જ ફ્લાઇટને ઉડાન માટે મંજૂરી આપવામાં આવશે.

આ પહેલા ગયા વર્ષે અમદાવાદમાં જુલાઈમાં મુંબઈથી અમદાવાદ આવતી એર ઈન્ડિયાની ફ્લાઈટને લેન્ડિંગ દરમિયાન બર્ડ હિટનો ગંભીર બનાવ બન્યો, જેમાં 130થી વધુ મુસાફરોના જીવ જોખમમાં મુકાયા હતા. ફ્લાઈટ રાત્રે 8:45 વાગ્યે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના રનવે 23 પર ફાઈનલ એપ્રોચ દરમિયાન લેન્ડ થઈ ત્યારે એક પક્ષી વિમાનના એન્જિનમાં ઘૂસી ગયું હતું. આ ઘટનાથી વિમાનના એન્જિનની બ્લેડ તૂટી ગઈ હોવાનું જાણવા મળ્યું, જેના કારણે વિમાનને તાત્કાલિક ગ્રાઉન્ડ કરવામાં આવ્યું હતું.

અગાઉ પણ બની હતી બર્ડ હિટની ઘટના

ફ્લાઈટ સુરક્ષિત રીતે પાર્કિંગમાં લાવવામાં આવી, પરંતુ તપાસ દરમિયાન એન્જિનની બ્લેડ તૂટેલી હોવાનું જણાયું. આ ઘટનાને કારણે રવિવારે રાત્રે 8:30 વાગ્યે અમદાવાદથી મુંબઈ જવા રવાના થનારી આ ફ્લાઈટ રદ થઈ, જેના કારણે 156 મુસાફરો અટવાઈ પડ્યા હતા. એર ઈન્ડિયાએ 100 આંતરરાષ્ટ્રીય મુસાફરોને બીજી ફ્લાઈટમાં ટ્રાન્સફર કરીને તેમની મુસાફરીની વ્યવસ્થા કરી હતી. તૂટેલી બ્લેડને રિપેર કરવા માટે દિલ્હીથી નવી બ્લેડ મંગાવવામાં આવી, અને 12 કલાકની તકનીકી કામગીરી બાદ વિમાનને સોમવારે સવારે 8:30 વાગ્યે મુંબઈ રવાના કરવામાં આવ્યું હતું.

અમદાવાદ એરપોર્ટ પર બર્ડ હિટની ઘટનાઓ વધી રહી છે. છેલ્લા સાત વર્ષમાં ટેકઓફ અને લેન્ડિંગ દરમિયાન 324 પક્ષીઓ અને પ્રાણીઓ વિમાનો સાથે ટકરાયા છે. એરપોર્ટની આસપાસના રહેઠાણ વિસ્તારોમાં કચરો અને એંઠવાડ ફેંકવામાં આવે છે, જેના કારણે પક્ષીઓ આકર્ષાય છે. રનવેની આસપાસના ઘાસવાળા વિસ્તારોમાં જીવજંતુઓની હાજરી પણ પક્ષીઓની હિલચાલ વધારે છે. આ સમસ્યાને નિયંત્રણમાં લેવા અમદાવાદ એરપોર્ટ અધિકારીઓ મહિને આશરે 3 કરોડ રૂપિયાનો ખર્ચ કરે છે. આ માટે અદ્યતન ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે.


આ પણ વાંચો: સુરતથી બેંગકોક જતી એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટમાં બર્ડ હિટનો બનાવ

આ પણ વાંચો: અમદાવાદ એરપોર્ટ પર એર ઈન્ડિયા ફ્લાઈટને બર્ડ હિટ, 130થી વધુ મુસાફરોના જીવ તાળવે ચોટયા

આ પણ વાંચો: અમદાવાદ પ્લેન દુર્ઘટના: એરપોર્ટ પર ‘બર્ડ હિટ’ થવાના જાણો મુખ્ય કારણો