Surat News:એર ઇન્ડિયા એક્સપ્રેસની દિલ્હી-સુરત-બેંગકોક ફ્લાઇટમાં બર્ડ હિટના (Bird hit) કારણે મોટી તકનીકી ખામી સર્જાઈ હતી, જેના કારણે વિમાનને ગ્રાઉન્ડેડ કરવું પડ્યું અને ફ્લાઇટમાં આશરે 10થી 12 કલાકનો વિલંબ થયો. આ ઘટનામાં 133 જેટલા મુસાફરોને લાંબા સમય સુધી એરપોર્ટ પર રાહ જોવી પડી, જેમાંથી ઘણા મુસાફરોની બેંગકોકથી ચીન, વિયેતનામ અને અન્ય દેશોમાં કનેક્ટિંગ ફ્લાઇટ્સ હતી.આ ફ્લાઇટ મૂળરૂપે દિલ્હીથી સવારે 5:25 વાગ્યે ઉપડવાની હતી અને સુરત એરપોર્ટ પર સવારે 7:30 વાગ્યે પહોંચીને સવારે 9 વાગ્યે બેંગકોક માટે રવાના થવાની હતી.
બર્ડ હિટના (Bird hit) કારણે એર ઇન્ડિયા એક્સપ્રેસનું પ્લેન ગ્રાઉન્ડેડ
પરંતુ દિલ્હીમાં (Delhi) ધુમ્મસના કારણે ફ્લાઇટમાં ચાર કલાકનો વિલંબ થયો અને તે સુરત લગભગ 11:15 વાગ્યે પહોંચી.સુરત એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન પાયલટે બર્ડ હિટની (Bird hit) જાણ કરી. શરૂઆતમાં એરપોર્ટ સ્ટાફને પક્ષી મળ્યું નહીં, પરંતુ એન્જિનની તપાસમાં ફેન બ્લેડમાં મૃત પક્ષી અટવાયેલું મળી આવ્યું. આને કારણે વિમાનની સુરક્ષા તપાસ જરૂરી બની અને તેને ગ્રાઉન્ડેડ કરી દેવામાં આવ્યું.મુસાફરોને એરપોર્ટ પર જ રાહ જોવી પડી અને એરલાઇન તરફથી માહિતીના અભાવે તેઓમાં રોષ ફેલાયો હતો.

આખરે એરલાઇને (Airline) જયપુરથી બીજું વિમાન મંગાવ્યું, જે સુરત 7:45 વાગ્યાની આસપાસ પહોંચ્યું. તમામ મુસાફરોને આ વિમાનમાં બેસાડીને રાત્રે 8:41 વાગ્યે બેંગકોક માટે ઉડાન ભરવામાં આવી હતી.
આ પહેલા મુંબઈથી અમદાવાદ (Ahmedabad) આવતી એર ઈન્ડિયાની ફ્લાઈટને લેન્ડિંગ દરમિયાન બર્ડ હિટનો (Bird hit) ગંભીર બનાવ બન્યો હતો, જેમાં 130થી વધુ મુસાફરોના જીવ જોખમમાં મુકાયા હતા. ફ્લાઈટ રાત્રે 8:45 વાગ્યે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના રનવે 23 પર ફાઈનલ એપ્રોચ દરમિયાન લેન્ડ થઈ ત્યારે એક પક્ષી વિમાનના એન્જિનમાં ઘૂસી ગયું હતું. આ ઘટનાથી વિમાનના એન્જિનની બ્લેડ તૂટી ગઈ હોવાનું જાણવા મળ્યું, જેના કારણે વિમાનને તાત્કાલિક ગ્રાઉન્ડ કરવામાં આવ્યું હતું.

ફ્લાઈટ સુરક્ષિત રીતે પાર્કિંગમાં લાવવામાં આવી, પરંતુ તપાસ દરમિયાન એન્જિનની બ્લેડ તૂટેલી હોવાનું જણાયું. આ ઘટનાને કારણે રવિવારે રાત્રે 8:30 વાગ્યે અમદાવાદથી મુંબઈ જવા રવાના થનારી આ ફ્લાઈટ રદ થઈ, જેના કારણે 156 મુસાફરો અટવાઈ પડ્યા હતા. એર ઈન્ડિયાએ 100 આંતરરાષ્ટ્રીય મુસાફરોને બીજી ફ્લાઈટમાં ટ્રાન્સફર કરીને તેમની મુસાફરીની વ્યવસ્થા કરી હતી.
આ પણ વાંચો:અમદાવાદ એરપોર્ટ પર એર ઈન્ડિયા ફ્લાઈટને બર્ડ હિટ, 130થી વધુ મુસાફરોના જીવ તાળવે ચોટયા
આ પણ વાંચો:અમદાવાદ પ્લેન દુર્ઘટના: એરપોર્ટ પર ‘બર્ડ હિટ’ થવાના જાણો મુખ્ય કારણો
આ પણ વાંચો:ઇન્ડિગો ફલાઇટને બર્ડ હિટની ઘટના થતા મુસાફરોનો આબાદ બચાવ,અમદાવાદમાં ઇમરન્સી લેન્ડિંગ
