Ahmedabad News: અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ (Sabarmati River front) જાણે સુસાઇડ ફ્રન્ટ (Suicide front) બની ગયો લાગે છે. બંને બાજુએ બનાવવામાં આવેલા લગભગ પાંચ કિલોમીટરના આ રિવરફ્રન્ટ (River front) માં છેલ્લા એક દાયકામાં 1,628 લોકો આત્મહત્યા કરી ચૂક્યા છે.
આમ વાર્ષિક ધોરણે જોઈએ તો અમદાવાદમાં 162 લોકોએ સાબરમતી રિવરફ્રન્ટ (Sabarmati Riverfront) માં ઝંપલાવીને મોતને વ્હાલુ કર્યુ છે. તેને દૈનિક ધોરણે જોઈએ તો અમદાવાદમાં લગભગ બે કે અઢી દિવસે એક વ્યક્તિએ રિવરફ્રન્ટમાં ઝંપલાવીને આત્મહત્યા કરી છે. આ ફક્ત સાબરમતી રિવરફ્રન્ટમાં કૂદીને કરેલી આત્મહત્યાના વાત છે. બીજા સ્થળોની આત્મહત્યાની વાત પાછી જુદી છે.

Sabarmati River front બન્યો સુસાઇડ ફ્રન્ટ
હવે આ જ રિવરફ્રન્ટને બંને બાજુએ લંબાવીને હાલના લગભગ પાંચ કિલોમીટરથી 11 કિ.મી.નો કરવામાં આવી રહ્યો છે. આના કારણે શહેરીજનોને સગવડ તો મળશે તેમા કોઈ ના નથી, પરંતુ તેની સાથે આત્મહત્યા કરનારા લોકોની સંખ્યામાં પણ વધારો થાય તો આશ્ચર્ય નહીં થાય. આમ જે રિવરફ્રન્ટ શહેરીજનો માટે સગવડનું નજરાણું બની રહ્યો છે તે જ રિવરફ્રન્ટ આત્મહત્યા કરનારા માટે જાણે એક સુસાઇડ પોઇન્ટ બની રહ્યો છે.

રિવરફ્રન્ટને કાળો બટ્ટો લગાવતા આત્મહત્યા કરનારાઓ
રિવરફ્રન્ટ બનાવનારે કોઈ અહીંથી કૂદીને આત્મહત્યા કરશે તે માટે ડિઝાઇન કર્યો નથી. આ રિવરફ્ન્ટ અમદાવાદના શહેરી વિકાસને આપવામાં આવેલા નવા ઓપનો અધ્યાય મનાય છે, પરંતુ આત્મહત્યા કરનારાઓ તેના પર જાણે કાળો બટ્ટો લગાવી રહ્યા છે. વાસ્તવમાં આ પ્રકારે આત્મહત્યા કરનારાને માનસિક સારવારની નંબર છે, આવો કોઈપણ પ્રકારનો ખ્યાલ આવે ત્યારે હેલ્પલાઇન ઉપલબ્ધ જ છે તેની મદદ લેવી જોઈએ.
આત્મહત્યા કરનારામાં પુરુષોનું પ્રમાણ વધુ
આમ છતાં ઘરકંકાસથી કંટાળેલા, આર્થિક તકલીફોમાં ફસાયેલા, વ્યાજખોરોનો ભોગ બનેલા અને ધંધામાં નિષ્ફળતાનો ભોગ બનેલાઓ આત્મહત્યા કરે છે. જો કે મુખ્યત્વે આત્મહત્યા કરનારા પુરુષોમાં જ હોય છે. કુલ 1,628માં 1,322 પુરુષોએ અને 290 મહિલાઓએ આત્મહત્યા કરી છે. પુરુષોની આત્મહત્યાના કારણોમાં પ્રેમમાં નિષ્ફળતા, ઘરકંકાસ અને આર્થિક તકલીફ મુખ્ય કારણ છે.
આ પણ વાંચો: અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પર ખાનપુર પાસે પ્રેમીપંખીડાની આત્મહત્યા
આ પણ વાંચો: સાબરમતી રિવરફ્રન્ટ બન્યો ‘સ્યુસાઈડ ફ્રન્ટ’, અત્યાર સુધીમાં અનેક લોકોએ પોતાનો જીવ આપ્યો
આ પણ વાંચો: સાબરમતી રિવરફ્રન્ટ પર પંચતત્વોની થીમ પર પાંચ-પાંચ પ્લાઝા બનાવવામાં આવશે
