Business News: ભારતીય બેંકિંગ ક્ષેત્રમાં આજે મોટી હડતાળ (Strike) નો દિવસ છે. સરકારી બેંકોના કર્મચારીઓ અને અધિકારીઓએ પોતાની પેન્ડિંગ માંગણીઓને લઈને રાષ્ટ્રવ્યાપી હડતાળ જાહેર કરી છે.આ હડતાળ યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ (UFBU) દ્વારા બોલાવવામાં આવી છે, જેમાં 9 મુખ્ય યુનિયન્સના આશરે 8 લાખથી વધુ કર્મચારીઓ અને અધિકારીઓ સામેલ છે. આ હડતાળને કારણે દેશભરની સરકારી બેંકોમાં કામકાજ ખોરવાઈ જશે, જેની અસર ગ્રાહકો, વ્યવસાયો અને આર્થિક વ્યવસ્થા પર પડશે.
કર્મચારીઓની પ્રમુખ માંગ છે કે બેંકોમાં અઠવાડિયામાં માત્ર 5 દિવસ કામકાજ (સોમવારથી શુક્રવાર) તાત્કાલિક અમલમાં મુકવામાં આવે. હાલમાં મોટા ભાગની સરકારી બેંકોમાં 6-દિવસનું કામકાજ ચાલે છે, જેમાં બીજા અને ચોથા શનિવારે રજા મળે છે. UFBUના મુજબ, આ માંગણી પર સરકાર અને ઇન્ડિયન બેન્ક્સ એસોસિએશન (IBA) દ્વારા કોઈ નિર્ણય ન લેવાતા કર્મચારીઓએ આ હડતાળ (Strike)નો માર્ગ અપનાવ્યો છે.2024માં થયેલા 12મા બાયસેટલમેન્ટ (વેતન વધારાના સમજૂતી) દરમિયાન IBA સાથે સંમત થયું હતું કેસોમવારથી શુક્રવાર સુધીના કામના કલાકોમાં 40 મિનિટનો વધારો કરીને ટોટલ 48 કલાકનું કામકાજ જળવાઈ રાખવામાં આવશે.

પોતાની પડતર માંગણીઓને લઇ કર્મચારીઓની હડતાળ (Strike)
આ ફેરફારો 1 નવેમ્બર 2024થી અમલમાં આવશે.પરંતુ, સરકારી મંત્રાલયો (ખાસ કરીને નાણાં મંત્રાલય)ના વિલંબને કારણે આ સમજૂતી અમલમાં આવી નથી. UFBUના કન્વીનર અને ઓલ ઇન્ડિયા બેંક એમ્પ્લોયીઝ એસોસિયેશન (AIBEA)ના જનરલ સેક્રેટરી સી.एચ. વી.નાયરે જણાવ્યું, “આ માંગણી કર્મચારીઓના વર્ક-લાઈફ બેલેન્સ અને આધુનિક વર્લ્ડમાં બેંકિંગને અનુરૂપ બનાવવા માટે છે. સરકારના અવગણનાને કારણે આ હડતાળ (Strike) અનિવાર્ય બની છે.”
આ હડતાળ (Strike)માં 5-દિવસના કામકાજ ઉપરાંત અન્ય મુદ્દાઓ પણ સામેલ છે. જેમકે વેતન વધારો અને પેન્શનર્સ માટે ડિયરનેસ એલાઉન્સ (DA) વધારો: 12મા સેટલમેન્ટ હેઠળ વેતનમાં 17% વધારો થયો હતો, પરંતુ DA અને અન્ય લાભોની અમલવારીમાં વિલંબ.પ્રાઇવેટાઇઝેશન વિરુદ્ધ વિરોધ: સરકારી બેંકોના વેચાણ અને ખાનગીકરણના પ્રસ્તાવોને રોકવા.બેંકિંગ કર્મચારીઓ માટે વધુ સુરક્ષા અને તણાવ-મુક્ત વાતાવરણ એટલુજ નહીં ડિજિટલ બેંકિંગના યુગમાં વધતા કામના દબાણને ધ્યાનમાં રાખીને
રિટાયર્ડ એમ્પ્લોયીઓ માટે વધુ પેન્શન અને મેડિકલ લાભો.
આ પણ વાંચો:ગુજરાત સહિત દેશભરની સહકારી બેંકોમાં ડિરેક્ટર્સને છૂટા કરવાનો નિયમ અમલમાં
આ પણ વાંચો:આધારથી લઈને બેંકો સુધી, આ 7 મોટા ફેરફારો 1 નવેમ્બરથી થશે, તેમની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે!
આ પણ વાંચો:ભારતીય બેંકિંગ સિસ્ટમમાં આવી રોકડની અછત, શું બેંકો પાસે લોન આપવા માટે પૈસા નથી?
