india news/ મિડલ ઈસ્ટ યુદ્ધ મુદ્દે આવતીકાલે પીએમ મોદી તમામ મુખ્યમંત્રીઓ સાથે કરશે બેઠક

મિડલ ઈસ્ટમાં યુદ્ધને કારણે તેલ-ગેસના સંકટ વચ્ચે પીએમ મોદી (PM Modi) આવતીકાલે તમામ રાજ્યોના સીએમ સાથે બેઠક કરશે. સંગ્રહખોરી અને અફવાઓ રોકવા લેવાશે કડક નિર્ણય.

Top Stories NATIONAL India
PM Modi Meeting with CMs Middle East War

PM Modi Meeting with CMs Middle East War: મિડલ ઈસ્ટ (પશ્ચિમ એશિયા) માં ચાલી રહેલા યુદ્ધને કારણે ઉભી થયેલી વૈશ્વિક અસ્થિરતા વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે દેશના તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા એક અત્યંત મહત્વની બેઠક યોજવાના છે.

PM Modi તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે કરશે ચર્ચા

વડાપ્રધાન મોદી આવતીકાલે સાંજે 6.30 વાગ્યે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરશે. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય કેન્દ્ર અને રાજ્યો વચ્ચે પરસ્પર તાલમેલ સુનિશ્ચિત કરવાનો છે. બેઠક દરમિયાન મુખ્યત્વે યુદ્ધને કારણે તેલ અને ગેસની સપ્લાય ચેઈન ખોરવાય નહીં અને પેટ્રોલ પંપો પર અફવાઓને કારણે થતી ભીડને રોકવા પર ભાર મૂકાશે. આ ઉપરાંત, પીએમ મોદીએ સંસદમાં પણ સ્પષ્ટ કર્યું છે કે યુદ્ધની સ્થિતિનો ફાયદો ઉઠાવી કાળાબજાર કરનારાઓ સામે રાજ્યોએ કડક હાથે કામ લેવું પડશે અને સંગ્રહખોરી સામે કડક કાર્યવાહી કરવી પડશે. સાથે જ, ખાદ્ય પદાર્થો અને અન્ય જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ પર સતત નજર રાખવા માટે પણ રાજ્યોને ખાસ સૂચના આપવામાં આવશે.

ગુજરાત સહિતના રાજ્યોમાં પેટ્રોલ પંપ પર કતારો

છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર ફેલાયેલી અફવાઓને કારણે ગુજરાત સહિત દેશના અનેક ભાગોમાં પેટ્રોલ પંપો પર વાહનચાલકોની લાંબી કતારો જોવા મળી રહી છે. સરકાર વારંવાર અપીલ કરી રહી છે કે દેશમાં તેલનો પૂરતો ભંડાર છે, છતાં લોકોમાં ફફડાટ છે. પીએમ મોદી આ બેઠક દ્વારા જનતામાં વિશ્વાસ જગાડવા અને અફવાખોરોને ડામવા માટે રાજ્યોને આદેશ આપી શકે છે.

PM Modi Meeting with CMs Middle East War

PNG વપરાશ પર ભાર

સરકાર હવે ઘરેલું ગેસ (LPG) ના પુરવઠાને જાળવી રાખવા માટે ‘પાઈપ્ડ નેચરલ ગેસ’ (PNG) ના વપરાશને પ્રોત્સાહન આપી રહી છે. બેઠકમાં રાજ્યોને વિનંતી કરવામાં આવશે કે તેઓ વધુમાં વધુ લોકોને PNG તરફ વાળે જેથી ઈંધણની અછત વર્તાય નહીં.

આચારસંહિતા વાળા રાજ્યોનું શું?

નોંધનીય છે કે જે રાજ્યોમાં અત્યારે ચૂંટણીને કારણે આચારસંહિતા લાગુ છે, ત્યાંના મુખ્યમંત્રીઓ આ બેઠકમાં સામેલ થઈ શકશે નહીં. જોકે, તે રાજ્યોના મુખ્ય સચિવો સાથે કેબિનેટ સચિવાલય દ્વારા અલગથી સંકલન સાધવામાં આવશે.


આ પણ વાંચો:આયાતુલ્લા અલીરેઝા આરાફી ઇરાનના વચગાળાના સુપ્રીમ લીડર બન્યા

આ પણ વાંચો:ઓમાન નજીક ઈરાનનો તેલ ટેન્કર પર હુમલો: 15 ભારતીયો બચ્યા; ટ્રમ્પ અને નેતન્યાહૂની ઈરાનને કડક ચેતવણી

આ પણ વાંચો:અલી ખામેની પર ‘સર્જિકલ સ્ટ્રાઈક’ પાછળની અંદરની કહાની, ડોનાલ્ડ ટ્રમ્પ પર MBS, બેન્જામિન નેતન્યાહુનું દબાણ?