Iran News/ આયાતુલ્લા અલીરેઝા આરાફી ઇરાનના વચગાળાના સુપ્રીમ લીડર બન્યા

Iranએ આયાતુલ્લા અલીરેઝા આરાફીને વચગાળાના સુપ્રીમ લીડર તરીકે જાહેર કર્યા છે. ખામેનીના મોત બાદ ઈરાને અમેરિકા અને ઈઝરાયેલ સામે વળતો પ્રહાર કરવાની તૈયારી કરી લીધી છે.

Top Stories World
Ayatollah Alireza Arafi Interim Supreme Leader Iran

Ayatollah Alireza Arafi Interim Supreme Leader Iran: ઈરાની સુપ્રીમ લીડર આયાતુલ્લા અલી ખામેનીના મોતના 24 કલાકમાં જ ઈરાને નવા નેતૃત્વની જાહેરાત કરી દીધી છે. 67વર્ષીય આયાતુલ્લા અલીરેઝા આરાફીને ઈરાનના વચગાળાના (Interim) સુપ્રીમ લીડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ નિમણૂક એવા સમયે થઈ છે જ્યારે ઈરાન અને ઈઝરાયેલ-અમેરિકા વચ્ચે યુદ્ધ ચરમસીમા પર છે.

કોણ છે નવા સુપ્રીમ લીડર આયાતુલ્લા આરાફી?

આયાતુલ્લા આરાફી ઈરાનની ધાર્મિક અને રાજકીય વ્યવસ્થામાં ખૂબ જ વગદાર વ્યક્તિત્વ ધરાવે છે અને તેઓ લાંબા સમયથી ખામેનીના અત્યંત નજીકના વિશ્વાસુ માનવામાં આવે છે. તેઓ ‘એસેમ્બલી ઓફ એક્સપર્ટ્સ’ના ઉપાધ્યક્ષ જેવો મહત્વનો હોદ્દો ધરાવે છે, જે સંસ્થા સુપ્રીમ લીડરની નિમણૂક કરવાની સત્તા ધરાવે છે; આ ઉપરાંત તેઓ ગાર્ડિયન કાઉન્સિલના સભ્ય પણ રહી ચૂક્યા છે. હાલમાં તેઓ ઈરાનની ધાર્મિક શિક્ષણ પ્રણાલી એટલે કે સેમિનરીનું નેતૃત્વ કરી રહ્યા છે અને હવે જ્યાં સુધી નવા કાયમી સુપ્રીમ લીડરની પસંદગી ન થાય, ત્યાં સુધી તેઓ જ દેશની મુખ્ય કમાન સંભાળશે.

“અમેરિકી ઠેકાણાઓ નિશાના પર”

નવા નેતૃત્વની જાહેરાત સાથે જ ઈરાનની સેના અને રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ આક્રમક વલણ અપનાવ્યું છે. ઈરાની સેનાએ સત્તાવાર નિવેદનમાં કહ્યું છે કે, “અમે સૌથી ખતરનાક સૈન્ય અભિયાન શરૂ કરવા જઈ રહ્યા છીએ. અમેરિકા અને ઈઝરાયેલના ઠેકાણાઓ પર હુમલો ગમે તે ક્ષણે શરૂ થઈ શકે છે.”

Iranમાં ભીષણ શોકનું વાતાવરણ

સુપ્રીમ લીડર ખામેનીના મોત બાદ સમગ્ર ઈરાનમાં અત્યારે ભારે સન્નાટો અને આક્રોશનો માહોલ જોવા મળી રહ્યો છે. આ ગંભીર સ્થિતિને ધ્યાને રાખીને દેશમાં સત્તાવાર રીતે એક અઠવાડિયાની જાહેર રજા જાહેર કરવામાં આવી છે. આ ઉપરાંત, સમગ્ર ઈરાનમાં 40 દિવસ સુધીનો લાંબો રાજકીય શોક પાળવાની પણ જાહેરાત કરવામાં આવી છે, જેથી આ શોકગ્રસ્ત સમયગાળા દરમિયાન દેશની તમામ સરકારી અને મહત્વની કામગીરીઓ મર્યાદિત રહેશે.


આ પણ વાંચો:અલી ખામેની પર ‘સર્જિકલ સ્ટ્રાઈક’ પાછળની અંદરની કહાની, ડોનાલ્ડ ટ્રમ્પ પર MBS, બેન્જામિન નેતન્યાહુનું દબાણ?

આ પણ વાંચો:ઈરાનની સેનાનું હેલિકોપ્ટર ક્રેશ: શાકભાજીના બજારમાં પડી 4નાં મોત

આ પણ વાંચો:ટ્રમ્પનીની ઈરાનને કડક ચેતવણી, “અદ્વિતીય શક્તિથી જવાબ આપીશું”, સ્વિટ્ઝર્લૅન્ડમાં વાટાઘાટો વચ્ચે તણાવ વધ્યો