Not Set/ દુષ્કર્મ મામલો, જયંતિ ભાનુશાળીની અરજી પર HCમાં આજે સુનાવણી

અમદાવાદ જયંતિ ભાનુશાળી સામે સુરતની યુવતી સાથે કરેલા કથિત દુષ્કર્મના કેસ મામલે આજે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાશે. ચકચારી સુરતનાં દુષ્કર્મ કેસ મામલે જયંતિ ભાનુશાળીની અરજી પર સુનાવણી હાથ ધરાશે. સુરતમાં ભાનુશાળી ઉપર સુરતમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે આ દુષ્કર્મની નોંધાયેલી ફરિયાદ રદ કરવા માટે જયંતી ભાનુશાળીએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી છે. જયંતી ભાનુશાળી ઉપર શારીરિક […]

Top Stories Ahmedabad Gujarat Trending

અમદાવાદ

જયંતિ ભાનુશાળી સામે સુરતની યુવતી સાથે કરેલા કથિત દુષ્કર્મના કેસ મામલે આજે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાશે. ચકચારી સુરતનાં દુષ્કર્મ કેસ મામલે જયંતિ ભાનુશાળીની અરજી પર સુનાવણી હાથ ધરાશે.

સુરતમાં ભાનુશાળી ઉપર સુરતમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે આ દુષ્કર્મની નોંધાયેલી ફરિયાદ રદ કરવા માટે જયંતી ભાનુશાળીએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી છે. જયંતી ભાનુશાળી ઉપર શારીરિક છેડછાડ અને દુષ્કર્મનો આરોપ કરવામાં આવ્યો છે.

પોલીસે બે સમન્સ પાઠવ્યા હોવા છતાં તેઓ હાજર થયા નથી. તેઓ ક્યાં છે તેની કોઈ માહિતી પોલીસને મળી નથી. જોકે, જયંતિ ભાનુશાલી પોલીસ સમક્ષ હાજર થયા નથી. તેઓ અંડરગ્રાઉન્ડ જ રહ્યા છે.

ભાજપના નેતા છબિલ પટેલનું નામ

પીડિતાના પૂર્વ પતિએ કચ્છના પૂર્વ ધારાસભ્ય તેમજ ભાજપના નેતા છબિલ પટેલનું નામ ઉછાળ્યું હતું. પીડિતાના પૂર્વ પતિના જણાવ્યા પ્રમાણે છબિલ પટેલે તેને પૈસા માટે ધમકીભર્યા ફોન કોલ્સ કર્યા હતા. જે બાદમાં છબિલ પટેલે મીડિયા સાથે વાતચીત કરતા આ પ્રકરણમાં તેમને ફસાવવામાં આવી રહ્યાની વાત કરી હતી.

બીજી તરફ છબિલ પટેલની એક વકીલ સાથે વાતચીતની કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી. 18 મિનિટની આ ઓડિયો ક્લિપમાં છબિલ પટેલ એવું જણાવી રહ્યા છે કે જો જયંતિ ભાનુશાલી રાજકારણમાંથી સંન્યાસ લેવા તૈયાર હોય તો તેઓએ તેમની સાથે બેઠક કરવા તૈયાર છે.

પૂર્વ પતિએ પ્રેસ કોન્ફરન્સ કરી

અમદાવાદમાં પીડિતાના પૂર્વ પતિએ પ્રેસ કોન્ફરન્સ કરી પીડિતા રૂપિયાની લાલચમાં અનેક લોકોને ફસાવી ચુકી હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો. જેના થોડા જ કલાકોમાં સુરતમાં પીડિતાએ પ્રેસ કોન્ફરન્સ યોજી પૂર્વ પતિના આક્ષેપોને ફગાવ્યાં હતાં. સાથે જ પીડિતાએ પોતાના છૂટા છેડા અંગે કહ્યું હતું કે પૂર્વ પતિ માર મારી દહેજ માંગતો હોવાથી ડિવોર્સ લેવાની ફરજ પડી હતી.