Not Set/ યુપીના કન્નૌજમાં શરુ થઇ પહેલી શરીયા અદાલત… યોગી સરકારે આપી કઠોર પ્રતિક્રિયા

ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ નો પ્રસ્તાવ પાસ થતા જ કન્નૌજમાં પહેલી શરીયા અદાલતની ઔપચારિક શરૂઆત થઇ ગઈ છે. શરીયા અદાલત ખુલવા પાર યોગી સરકારે આપત્તિ દર્શાવી છે. ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ ના ફેંસલા બાદ શરીયા અદાલતની શરૂઆત કન્નૌજમાં મદ્રેસા ઇસ્લામિયા બદરુલ ઉલુમ હાજીગંજમાં થઇ છે. જોકે, હજુ સુધી આ અદાલતમાં કોઈ મામલો પહોંચ્યો નથી. પરંતુ […]

Top Stories India

ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ નો પ્રસ્તાવ પાસ થતા જ કન્નૌજમાં પહેલી શરીયા અદાલતની ઔપચારિક શરૂઆત થઇ ગઈ છે. શરીયા અદાલત ખુલવા પાર યોગી સરકારે આપત્તિ દર્શાવી છે.

ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ ના ફેંસલા બાદ શરીયા અદાલતની શરૂઆત કન્નૌજમાં મદ્રેસા ઇસ્લામિયા બદરુલ ઉલુમ હાજીગંજમાં થઇ છે. જોકે, હજુ સુધી આ અદાલતમાં કોઈ મામલો પહોંચ્યો નથી. પરંતુ તમામ વિરોધ બાદ અદાલત ખોલી દેવામાં આવી છે.

જણાવી દઈએ કે ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે ડિસેમ્બર સુધીમાં બીજી 5 શરીયા અદાલત ખોલવાની મંજૂરી આપી છે. કન્નૌજ બાદ સુરત, મુંબઈ, ટોંક અને લલિતપુરમાં શરીયા અદાલત ખોલવામાં આવશે.

કન્નૌજમાં શરીયા અદાલતની શરૂઆત થવાની સાથે જ યોગી સરકારે કઠોર પ્રતિક્રિયા આપી છે. યુપી સરકારના અલ્પસંખ્યક મામલાઓના રાજ્યમંત્રી મોહસીન રઝાએ સુપ્રીમ કોર્ટનો હવાલો આપતા કહ્યું કે આ ગેરકાનૂની છે અને કોઈ સમાંતર અદાલતને મજૂરી ના આપી શકાય.

બીજી તરફ ઓલ ઇન્ડિયા પર્સનલ લો બોર્ડ ના પ્રવક્તા ઝફરયાબ જિલાણીએ સાફ કહ્યું છે કે ભવિષ્યમાં બીજી કેટલીક શરીયા અદાલત ખોલવામાં આવશે. જિલાણીએ કહ્યું કે આ આપસના મુદ્દાઓ સુલઝાવવા માટે એક મંચ છે. જે હેઠળ લોકોના નાના-મોટા મામલાઓને સુલજાવવામાં આવશે.