Not Set/ સમલૈંગિક સંબંધો કાનૂની કે ગેરકાનૂની? ધારા 377 પર પૂરી થઇ સુપ્રીમ કોર્ટમાં સુનવણી, હવે છે ચુકાદાની ઘડી

ભારતીય ધારા 377 અનુસાર સમલૈંગિક સંબંધો, ગે સેક્સ ગેરકાનૂની છે. આ ધારાને પડકારતી એક અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. જેની આજે સુનવણી પૂરી થઇ છે. હવે ચુકાદો આવવાની રાહ છે. ચુકાદો આપતા પહેલા સુપ્રીમ કોર્ટે બધા પક્ષોના વકીલોને શુક્રવાર સુધી લેખિતમાં જવાબ આપવા માટે કહ્યું છે. ત્યારબાદ સુપ્રીમ કોર્ટ આર્ટીકલ 377 પર અંતિમ ચુકાદો […]

Top Stories India

ભારતીય ધારા 377 અનુસાર સમલૈંગિક સંબંધો, ગે સેક્સ ગેરકાનૂની છે. આ ધારાને પડકારતી એક અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. જેની આજે સુનવણી પૂરી થઇ છે. હવે ચુકાદો આવવાની રાહ છે. ચુકાદો આપતા પહેલા સુપ્રીમ કોર્ટે બધા પક્ષોના વકીલોને શુક્રવાર સુધી લેખિતમાં જવાબ આપવા માટે કહ્યું છે. ત્યારબાદ સુપ્રીમ કોર્ટ આર્ટીકલ 377 પર અંતિમ ચુકાદો આપશે.

સુપ્રીમ કોર્ટમાં 10 જુલાઈથી આ મામલે સુનવણી ચાલી રહી હતી. 5 જજ ની સંવિધાન પીઠે બન્ને પક્ષના વકીલોની દલીલ સાંભળી. આ કેસમાં સુપ્રીમ કોર્ટે દિલ્હી હાઇકોર્ટે 2013માં આપેલા ચુકાદાને ફગાવી દીધો હતો. દિલ્હી હાઇકોર્ટે સમલૈંગિક સેક્સને અપરાધની શ્રેણી માંથી બાકાત કરવાની તરફેણમાં ચુકાદો સંભળાવ્યો હતો.

1860 માં તત્કાલીન બ્રિટીશ સરકારે ભારતીય દંડ સંહિતા માં ધારા 377 દાખલ કરી હતી. ભારતમાં લાગુ પણ કરી હતી.

જુલાઈ 2009 માં દિલ્હી હાઇકોર્ટે આઈપીસી ની ધારા 377 ને ગેરકાનૂની કરાર કરી હતી. નાઝ ફાઉન્ડેશન દ્વારા આ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. અને એની સુનવણીમાં દિલ્હી કોર્ટે આ ધારા ને અમાન્ય ગણી હતી.

2013માં સુપ્રીમ કોર્ટે દિલ્હી હાઇકોર્ટ ના આ ચુકાદાને રદ કરી અને સમલૈંગિક સંબંધોને ગેરકાનૂની કરાર કર્યા હતા.

2014માં સુપ્રીમ કોર્ટના આ ચુકાદા સામે નાઝ ફાઉન્ડેશન એ પુનઃ વિચાર કરવા માટેની અપીલ દાખલ કરી. પરંતુ સુપ્રીમ કોર્ટે આ અરજીને ફગાવી દીધી હતી.

2016માં LGBT સમુદાયના હક માટે રીતુ ડાલમિયા, અમન નાથ, સહિત 5 લોકોએ સુપ્રીમ કોર્ટમાં ફરી અપીલ રજુ કરી અને કહ્યું કે બે પુખ્તવયની સમાન જાતિના લોકો વચ્ચે સહમતિ થી થયેલા સેક્સ સંબંધ માટે એમને  જેલમાં નાખી શકાય નહિ.

2017માં કોંગ્રેસના સાંસદ શશી થરુર એ ધારા 377 માં ફેરફાર કરવા માટે ભારતીય દંડ સંહિતા વિધેયક લાવ્યા હતા પરંતુ લોકસભામાં એ મંજુર થયું નહિ.

8 જાન્યુઆરી, 2018 ના ચીફ જસ્ટીસ ના નેતૃત્વ વાળી 3 સદસ્ય ની બેંચ એ સમલૈંગિક સેક્સને અપરાધ થી બહાર રાખવા માટેની અરજીને સંવિધાન પીઠને સોપી દીધી હતી. સાથે કેન્દ્ર સરકારને આ મુદ્દે જવાબ આપવા માટે કહ્યું.

9 જુલાઈ 2018ના સુપ્રીમ કોર્ટે કહ્યું કે ધારા 377 ને પડકાર આપનારી અરજી પર 10 જુલાઈએ સુનવણી કરશે.

17 જુલાઈએ કોર્ટે ચુકાદો સુરક્ષિત રાખી દીધો છે.