Mahesana News : મહેસાણામાં એક સ્કૂલમાં કરંટ લાગતા એક વિદ્યાર્થીનું મોત નીપજતા શોકનું મોજુ ફરી વળ્યું છે. મહેસાણાના વિજાપુરમાં સેન્ટ જોસેફ ઈંગ્લીશ મિડીયમની સ્કૂલમાં આ ઘટના બની હતી. સ્કૂલમાં કરંટ લાગતા એક નિદ્યાર્થીનનંુ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય ચાર વિદ્યાર્થીને ગંભીર ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
નવરાત્રી મહોત્સવની ઉજવણીની તૈયારી કરતા હતા ત્યારે કરંટ લાગવાની આ ઘટના બની હતી. આ વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતા હતા. આ બનાવને પગલે આ વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.
આ પણ વાંચો: બોટાદમાંથી યુવક અને યુવતીના મૃતદેહ મળી આવ્યા, સજોડે આત્મહત્યાની આશંકા
આ પણ વાંચો: બોટાદમાં હીરાના વેપારીએ કાળુભાર ડેમમાં પડતું મૂકી આપઘાત કર્યો
આ પણ વાંચો: લવજેહાદઃ વિધર્મીએ વિધવાને પ્રેમમાં છેતરતા કરતા આપઘાત કરવા નીકળી
